ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી એટલે કે GSTES દ્વારા વિવિધ પદો પર ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડી છે. જો તમે પણ લાયકાત ધરાવો છો તો આ ભરતીમાં ભાગ લઇ ગુજરાતમાં સરકારી વિભાગમાં નોકરી મેળવી શકો છો. આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો સરળ ભાષામાં મળશે, જેમાં પોસ્ટનું નામ, જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા ,ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે કરવી, અરજી પગલાં, સત્તાવાર જાહેરાત અને ઓનલાઈન અરજી ફોર્મની સીધી લિંક્સનો સમાવેશ થાય છે.
GSTES Recruitment 2026 । ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2026
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) |
| ભરતી જાહેરાત નંબર | GSTES/0067/02/2026 |
| પોસ્ટનું નામ | વિવિધ |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| અરજી કરવાની રીત | ઓફલાઈન (સ્પીડ પોસ્ટ/રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા) |
| સત્તાવાર વેબસાઇટ | https://eklavya-education.gujarat.gov.in/ |
અગત્યની તારીખો (Important Dates)
આ ભરતી સાથે સંકળાયેલી તમામ તારીખો યાદ રાખવી જરૂરી છે. કોઈપણ તારીખ ચૂકી જવાથી તમારી અરજી રદ થઈ શકે છે. જેથી અમારી તમને સલાહ છે કે સમયસર અરજી કરી દેવી યોગ્ય રહેશે. ઓફલાઈન અરજી પ્રક્રિયા 23 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થઈ ગઈ છે અને તમારી અરજી 10 માર્ચ 2026 સુધી સંસ્થાના સરનામે પહોંચી જવી જોઈએ.
| ઘટના | તારીખ |
|---|---|
| સત્તાવાર જાહેરાતની તારીખ | 23 ફેબ્રુઆરી, 2026 |
| ઓફલાઇન અરજી મોકલવાની છેલ્લી તારીખ | 10 માર્ચ, 2026 |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગત (Vacancy Details)
ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીની સત્તાવાર ભરતી જાહેરાતમાં જણાવ્યા અનુસાર, આ ભરતીમાં કુલ 7 જગ્યાઓ છે, જે પાંચ અલગ અલગ પદો માટે ફાળવવામાં આવી છે. આમાં સૌથી વધુ 3 જગ્યાઓ પ્રોજેક્ટ મેનેજરની છે, જ્યારે બાકીના દરેક પદ માટે 1-1 જગ્યા છે.
| પોસ્ટનું નામ | કુલ પોસ્ટ્સની સંખ્યા |
|---|---|
| કાનૂની સલાહકાર (Legal Consultant) | 1 |
| વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | 1 |
| પ્રોજેક્ટ મેનેજર (Project Manager) | 3 |
| સહાયક પ્રોજેક્ટ મેનેજર | 1 |
| સહાયક પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | 1 |
| કુલ | 7 |
પગાર (Salary)
સરકારી વિભાગની નોકરીમાં પગાર એક અગત્યનું પરિબળ છે. GSTES દ્વારા આપવામાં આવતી તમામ પોસ્ટ્સ માટે દર મહિને નક્કી કરેલ પગાર (fixed monthly remuneration) નક્કી કરેલ છે. આ પગારમાં કોઈ વધારાના ભથ્થાં (allowances) ઉમેરાશે નહીં, કારણ કે આ કરાર આધારિત પોસ્ટ્સ છે. સૌથી વધુ પગાર કાનૂની સલાહકારને મળશે, જ્યારે સહાયક પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) માટે સૌથી ઓછો પગાર છે.
| પોસ્ટનું નામ | પગાર (પ્રતિ માસ) |
|---|---|
| કાનૂની સલાહકાર | રૂ. 50,000 |
| વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | રૂ. 34,000 |
| પ્રોજેક્ટ મેનેજર | રૂ. 25,000 |
| સહાયક પ્રોજેક્ટ મેનેજર | રૂ. 15,000 |
| સહાયક પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | રૂ. 10,000 |

કરારનો સમયગાળો અને શરતો (Contract Duration & Terms)
GSTES દ્વારા બહાર પાડવામાં આવેલી આ તમામ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત (Contractual Basis) છે. તેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
- પ્રારંભિક સમયગાળો: પસંદગી પામેલ ઉમેદવારોને શરૂઆતમાં 11 માસ (11 Months) ના કરાર પર રાખવામાં આવશે.
- કરારનું નવીનીકરણ: જો ઉમેદવારની કામગીરી સંતોષકારક જણાશે અને સંસ્થાને જરૂર હશે, તો નિયમો અનુસાર આ કરારને આગળ લંબાવી શકાય છે.
- કાયમી નોકરીનો દાવો: આ નિમણૂક કરાર આધારિત હોવાથી, ઉમેદવાર ભવિષ્યમાં આ પદ પર કાયમી નોકરી માટે કોઈપણ પ્રકારનો કાયદેસરનો હક કે દાવો કરી શકશે નહીં.
- કામગીરીનું મૂલ્યાંકન: કરારના અંતે તમારી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.
અરજી ફી (Application Fee)
ઘણી સરકારી ભરતીઓમાં અરજી કરવા માટે થોડીક ફી ભરવી પડતી હોય છે. પરંતુ આ ભરતી માટે, સત્તાવાર સૂચના મુજબ, કોઈ પણ ઉમેદવારે અરજી ફી ભરવાની રહેશે નહીં. એટલે કે, તમે કોઈપણ શુલ્ક ચૂકવ્યા વિના મફતમાં અરજી કરી શકો છો.
| ઉમેદવારની શ્રેણી | અરજી ફી |
|---|---|
| બધા ઉમેદવારો (સામાન્ય, અનામત, વગેરે) | કોઈ ફી નથી |
આ પણ વાંચો – GSSSB Supervisor Instructor Recruitment 2026
વયમર્યાદા (Age Limit)
GSTESના અધિકૃત ભરતી જાહેરનામામાં આપેલી વિગતો અનુસાર, આ ભરતી માટે વયમર્યાદા પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અલગ અલગ રાખવામાં આવી છે. પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ અને મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરેલ છે. અરજી કરતા પહેલા ખાતરી કરી લો કે તમારી ઉંમર આ મર્યાદામાં આવે છે.
| ઉમેદવારની કેટેગરી | મહત્તમ વયમર્યાદા |
|---|---|
| પુરુષ ઉમેદવાર | 35 વર્ષ |
| મહિલા ઉમેદવાર | 40 વર્ષ |
જરૂરી દસ્તાવેજ (Documents Required)
ઓફલાઇન અરજી કરતી વખતે, તમારે તમારા અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત (self-attested) નકલો જોડવી પડશે. ચાલો જોઈએ કે કયા દસ્તાવેજો જરૂરી છે:
- શૈક્ષણિક પ્રમાણપત્રો: તમારી તમામ ડિગ્રીઓ અને માર્કશીટ્સની નકલો, જેમાં 55% ગુણ હોવાનો પુરાવો જરૂરી છે.
- અનુભવ પ્રમાણપત્રો: તમે જ્યાં કામ કર્યું હોય તે તમામ સંસ્થાઓ પાસેથી મેળવેલા અનુભવના પ્રમાણપત્રો (Experience Letters).
- ઓળખ પુરાવો: આધાર કાર્ડ, વોટર ID, પાન કાર્ડ જેવા કોઈપણ સરકારી ઓળખ પત્રની નકલ.
- વય પુરાવો: જન્મ તારીખ સાબિત કરતા દસ્તાવેજો જેમ કે જન્મ પ્રમાણપત્ર કે 10મા ધોરણનું પ્રમાણપત્ર.
- ફોટોગ્રાફ અને સહી: તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને તમારી સહીના સ્કેન કરેલા નમૂના.
- અરજી ફોર્મ: સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને ભરેલું અરજી ફોર્મ.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
GSTES દ્વારા ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે? તે સમજવું પણ એટલું જ અગત્યનું છે. આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા ખુબજ સરળ છે. સૌપ્રથમ, પોસ્ટ દ્વારા મળેલી બધી અરજીઓ ચેક કરવામાં આવશે. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત (ખાસ કરીને 55% ગુણની શરત) અને કામના અનુભવના આધારે એક શોર્ટલિસ્ટ (shortlist) તૈયાર કરવામાં આવશે.
જે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, તેમને જ પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કા માટે બોલાવવામાં આવશે. આગળની પ્રક્રિયામાં સંભવતઃ વ્યક્તિગત મુલાકાત (Personal Interview) અને દસ્તાવેજોની ચકાસણી (Document Verification) નો સમાવેશ થશે.
| તબક્કો | પ્રક્રિયા |
|---|---|
| તબક્કો 1 | બધી અરજીઓની તપાસ અને લાયકાત/અનુભવ આધારિત શોર્ટલિસ્ટિંગ |
| તબક્કો 2 | શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની વ્યક્તિગત મુલાકાત અને દસ્તાવેજ ચકાસણી |
આ પણ વાંચો – GSSSB CCE Recruitment 2026
ઇન્ટરવ્યૂ સ્થળ અને જરૂરી સૂચનાઓ (Interview Venue & Important Instructions)
જે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, તેમને ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ બોલાવવામાં આવશે. તેની સંભવિત વિગતો નીચે મુજબ છે:
- સ્થળ: ગુજરાત રાજ્ય આદિવાસી શિક્ષણ સમાજ (GSTES), ૩જો માળ, બિરસા મુંડા ભવન, સેક્ટર-10A, ગાંધીનગર – 382010.
- જાણ કરવાની રીત: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂની તારીખ અને સમયની જાણ તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી (Email) અથવા મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા કરવામાં આવશે.
- અસલ દસ્તાવેજો: ઇન્ટરવ્યૂના દિવસે ઉમેદવારે પોતાના તમામ અસલ દસ્તાવેજો (Original Documents) અને તેની એક સ્વ-પ્રમાણિત નકલોનો સેટ સાથે લાવવો ફરજિયાત છે. જો અસલ દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા જણાશે, તો ઉમેદવારી તરત રદ કરવામાં આવશે.
- ઓળખ પત્ર: ઇન્ટરવ્યૂ સમયે આધાર કાર્ડ અથવા પાન કાર્ડ જેવું ઓરિજનલ ઓળખ પત્ર સાથે રાખવું જરૂરી છે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
Gujarat State Tribal Education Society ની ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, દરેક પોસ્ટ માટે જુદી જુદી લાયકાત રાખવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે તમામ પોસ્ટ માટે માન્ય યુનિર્વસિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે સ્નાતક (Graduate) થવું ફરજિયાત છે. ચાલો, દરેક પોસ્ટ માટેની લાયકાત અલગથી સમજીએ:
- કાનૂની સલાહકાર (Legal Consultant): આ પોસ્ટ માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી (LLB) મેળવેલી હોવી જોઈએ. વૈકલ્પિક રીતે, HSC (ધોરણ 12) બાદ 5 વર્ષની એકીકૃત (integrated) કાયદાની ડિગ્રી પણ માન્ય રહેશે. આ સાથે, ઓછામાં ઓછો 3 વર્ષનો સંબંધિત અનુભવ જરૂરી છે.
- વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ): આ પોસ્ટ માટે ઉમેદવારે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), MBA (ફાઇનાન્સ) અથવા M.Com (માસ્ટર ઇન કોમર્સ) થયેલું હોવું જોઈએ. આ સાથે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
- પ્રોજેક્ટ મેનેજર (Project Manager): આ પોસ્ટ માટે MBA, MSW (માસ્ટર ઇન સોશિયલ વર્ક), PGDEM અથવા PGDRM ની ડિગ્રી જરૂરી છે. અરજી કરનાર પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- સહાયક પ્રોજેક્ટ મેનેજર: આ પોસ્ટ માટે પણ પ્રોજેક્ટ મેનેજર જેવી જ લાયકાત એટલે કે MBA, MSW, PGDEM અથવા PGDRMની ડિગ્રી જરૂરી છે. જોકે, આ પોસ્ટ માટે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ પૂરતો છે.
- સહાયક પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ): આ પોસ્ટ માટે B.Com (બેચલર ઇન કોમર્સ) ની ડિગ્રી જરૂરી છે, અને ટેલી (Tally) એકાઉન્ટિંગ સોફ્ટવેરનું જ્ઞાન હોવું ફરજિયાત છે. ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
| પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત (55% ગુણ સાથે) | જરૂરી અનુભવ |
|---|---|---|
| કાનૂની સલાહકાર | LLB અથવા 5-વર્ષીય એકીકૃત કાયદા સ્નાતક | 3 વર્ષ |
| વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | CA / MBA (ફાઇનાન્સ) / M.Com | 3 વર્ષ |
| પ્રોજેક્ટ મેનેજર | MBA / MSW / PGDEM / PGDRM | 2 વર્ષ |
| સહાયક પ્રોજેક્ટ મેનેજર | MBA / MSW / PGDEM / PGDRM | 1 વર્ષ |
| સહાયક પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | B.Com (ટેલીના જ્ઞાન સાથે) | 2 વર્ષ |
કમ્પ્યુટર કૌશલ્ય અને અન્ય લાયકાત (Computer Skills & Additional Skills)
દિવસે ને દિવસે સરકારી કામગીરી પેપરલેસ બની રહી છે, તેથી GSTES ભરતીમાં કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને વિશેષ પ્રાથમિકતા મળી શકે છે:
- CCC પ્રમાણપત્ર: તમામ વહીવટી પદો માટે ઉમેદવાર પાસે સરકાર માન્ય સંસ્થાનું CCC (Course on Computer Concepts) અથવા તેને સમકક્ષ કમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર હોવું હિતાવહ છે. જો તમારા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય, તો તેનું પ્રમાણપત્ર પણ માન્ય રહી શકે છે.
- એકાઉન્ટિંગ સોફ્ટવેર (Tally Prime/ERP): જે ઉમેદવારો ‘વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)’ અથવા ‘સહાયક પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)’ માટે અરજી કરી રહ્યા છે, તેમને Tally Prime અથવા ERP સોફ્ટવેરનું વિશેષ જ્ઞાન હોવું જોઈએ. જીએસટી (GST) રિટર્ન, બેંક રિકોન્સિલિયેશન અને બેલેન્સ શીટ તૈયાર પણ આવડવું જોઈએ.
- MS Office નું જ્ઞાન: રિપોર્ટ તૈયાર કરવા માટે MS Word અને ડેટા એનાલિસિસ માટે MS Excel (ખાસ કરીને પિવોટ ટેબલ અને ફોર્મ્યુલા) પર પકડ હોવી જરૂરી છે.
પદ મુજબ કામની જવાબદારીઓ (Job Profile & Responsibilities)
GSTES માં દરેક પદ માટે કામનું સ્વરૂપ અલગ-અલગ હોય છે. અરજી કરતા પહેલા તમારે કયા પ્રકારની કામગીરી કરવાની રહેશે તેની વિગત નીચે મુજબ છે:
- કાનૂની સલાહકાર (Legal Consultant): સોસાયટીના વિવિધ કાયદાકીય કેસોનું હેન્ડલિંગ કરવું, લીગલ ડ્રાફ્ટિંગ તૈયાર કરવું અને સંસ્થાના નીતિ-નિયમો અંગે કાયદાકીય માર્ગદર્શન આપવું.
- વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ): સોસાયટીના મોટા પ્રોજેક્ટ્સનું બજેટ તૈયાર કરવું, નાણાકીય ઓડિટ પર દેખરેખ રાખવી અને હિસાબી કામગીરીમાં ચોકસાઈ જાળવવી.
- પ્રોજેક્ટ મેનેજર (Project Manager): આદિવાસી વિસ્તારોમાં ચાલતી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો (EMRS) ના શૈક્ષણિક અને વહીવટી પ્રોજેક્ટ્સનું સુપરવિઝન કરવું અને તે સમયસર પૂર્ણ થાય તે જોવું.
- સહાયક પ્રોજેક્ટ મેનેજર: મુખ્ય પ્રોજેક્ટ મેનેજરને ડેટા કલેક્શન, રિપોર્ટ રાઈટિંગ અને ફિલ્ડ વિઝિટ (સ્કૂલ મુલાકાત) જેવી કામગીરીમાં મદદરૂપ થવું.
- સહાયક પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ): રોજબરોજના વાઉચર એન્ટ્રી, ટેલી (Tally) સોફ્ટવેરમાં હિસાબો લખવા અને ટેક્સ સંબંધિત દસ્તાવેજોની ફાઈલિંગ કરવી.
નોંધ: આ તમામ પદો કરાર આધારિત હોવાથી, જે તે પદના વડા (Head of Department) દ્વારા સોંપવામાં આવેલી અન્ય વહીવટી કામગીરી પણ કરવાની રહેશે.
ઇન્ટરવ્યૂની તૈયારી માટે ટિપ્સ (Interview Preparation Tips)
જો તમે શોર્ટલિસ્ટ થઈ ગયા, તો પછી ઈન્ટરવ્યૂનો વારો આવે છે. આ ઈન્ટરવ્યૂમાં સફળ થવા માટે અહીં કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે:
- સંસ્થા વિશે જાણો: GSTES અને આદિવાસી વિકાસ વિભાગ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. તેમના ઉદ્દેશ્યો અને ચાલુ પ્રોજેક્ટ્સ વિશે વાંચો. આ તમે સંસ્થા પ્રત્યેનો તમારો રસ દર્શાવી શકશો.
- તમારા અનુભવને સમજાવવા તૈયાર રહો: તમારા અગાઉના અનુભવને તમે જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તેની સાથે કેવી રીતે જોડી શકાય, તેના વિશે વિચારો. તમારી સફળતાઓને ચોક્કસ ઉદાહરણો સાથે સમજાવી શકાય એ રીતે તૈયારી કરી શકો છો.
- લાયકાત સાથે સંબંધિત જ્ઞાન: તમારા વિષયના પાયાના સિદ્ધાંતો સ્પષ્ટ હોવા જોઈએ. જેમ કે, એકાઉન્ટની પોસ્ટ માટે ટેલી અને એકાઉન્ટિંગના નિયમો, કાનૂની સલાહકાર માટે સંબંધિત કાયદાઓની માહિતી.
- પ્રશ્નો પૂછવા તૈયાર રહો: ઈન્ટરવ્યૂના અંતે, તમને પૂછવામાં આવશે કે તમારે કંઈ પૂછવું છે. ત્યારે માટે સંસ્થા અથવા ભૂમિકા અંગેના 2-3 સમજદાર પ્રશ્નો તૈયાર રાખો.
- આત્મવિશ્વાસ અને સકારાત્મકતા: ઈન્ટરવ્યૂ દરમિયાન શાંત, આત્મવિશ્વાસ અને સકારાત્મક રહો. તમારા જવાબો સ્પષ્ટ અને ટૂંકમાં આપવાની કોશિશ કરો.
અરજી પ્રક્રિયા (Application Process)
ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ, આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઇન રહેશે. તમારે કોઈ પણ ઓનલાઇન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું નથી. નીચે આપેલા સરળ પગલાંઓને અનુસરીને તમે સરળતાથી અરજી કરી શકો છો:
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: સૌપ્રથમ, GSTES ની સત્તાવાર વેબસાઇટ www.eklavya-education.gujarat.gov.in ની મુલાકાત લો, તેના માટે તમે ગૂગલ પર જઈ GSTES લખી શકો છો અથવા ડાયરેક્ટ યુઆરએલ લખી શકો છો.
- અરજી ફોર્મ ડાઉનલોડ કરો: વેબસાઇટ પર “Recruitment” અથવા “What’s New” વિભાગમાં જઈને GSTES ભરતી 2026 માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- ફોર્મ ભરો: ડાઉનલોડ કરેલા ફોર્મમાં તમારી બધી વ્યક્તિગત માહિતી જેવી કે નામ, સરનામું, જાતિ વગેરે, શૈક્ષણિક જેવી કે અભ્યામાં મેળવેલ ગુણ વગેરે અને અનુભવની વિગતો ધ્યાનથી અને સાચી ભરો. જો તમે એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરી રહ્યા હોવ, તો દરેક પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ ભરો.
- દસ્તાવેજો અટેચ કરો: હવે, ઉપર દર્શાવેલ તમામ જરૂરી દસ્તાવેજો (લાયકાત, અનુભવ, ઓળખ, ફોટો) ની સ્વ-પ્રમાણિત ફોટોકોપી ભરેલા ફોર્મ સાથે જોડો.
- કવર તૈયાર કરો: આ બધા દસ્તાવેજોને એક કવર (envelope) માં મૂકો. કવર પર સ્પષ્ટ રીતે “અરજી પોસ્ટનું નામ” લખો કે જે પોસ્ટ માટે તમે અરજી કરી રહ્યા છો.
- પોસ્ટ દ્વારા મોકલો: આ તૈયાર કવર ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ (Registered AD) અથવા સ્પીડ પોસ્ટ (Speed Post) દ્વારા નીચેના સરનામે મોકલો:
સરનામું:
ગુજરાત રાજ્ય આદિવાસી શિક્ષણ સમાજ (GSTES),
3જો માળ, બિરસા મુંડા ભવન,
સેક્ટર-10A, ગાંધીનગર – 382010.
ઉમેદવારો માટે ખાસ સૂચના (Special Instructions for Candidates)
જરૂરી માહિતી:
- સ્વ-પ્રમાણિત નકલો: અરજી ફોર્મ સાથે જોડવામાં આવતા તમામ દસ્તાવેજો (માર્કશીટ, અનુભવના પત્રો, વગેરે) પર તમારી પોતાની સહી (Self-Attested) કરવી ફરજિયાત છે. સહી વગરના દસ્તાવેજોવાળી અરજી અમાન્ય ગણાઈ શકે છે.
- એકથી વધુ અરજી: જો તમે એક કરતા વધુ પદ માટે લાયકાત ધરાવો છો અને અરજી કરવા માંગો છો, તો દરેક પોસ્ટ માટે અલગ-અલગ અરજી ફોર્મ ભરો અને તેને અલગ-અલગ કવરમાં જ મોકલો. એક જ કવરમાં બે અરજી મોકલવાથી તમારી ઉમેદવારી રદ થઈ શકે છે.
- કવર પર લખાણ: કવરની ઉપરના ભાગમાં “GSTES ભરતી-2026 : [પોસ્ટનું નામ]” સ્પષ્ટ અક્ષરે લખવું જેથી વિભાગને સોર્ટિંગ કરવામાં સરળતા રહે.
GSTES Recruitment 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
A. આ ભરતી ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિવિધ કરાર આધારિત પદો માટે જાહેર કરવામાં આવી છે.
A. ઓફલાઇન અરજી મોકલવાની છેલ્લી તારીખ 10 માર્ચ, 2026 છે.
A. આ ભરતીમાં વિવિધ પદો માટે કુલ 7 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
A. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવું પડશે.
A. આ ભરતી માટે તમામ ઉમેદવારો માટે અરજી ફી સંપૂર્ણપણે મફત રાખવામાં આવી છે.
A. ઉમેદવારોની પસંદગી લાયકાત અને અનુભવના આધારે શોર્ટલિસ્ટિંગ પછી ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી દ્વારા થશે.
A. પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ અને મહિલા ઉમેદવારો માટે 40 વર્ષ રાખવામાં આવી છે.
A. પોસ્ટ અનુસાર દર મહિને રૂ. 10,000 થી રૂ. 50,000 સુધી નક્કી કરેલ પગાર આપવામાં આવશે.
આ લેખ સંબંધિત મહત્વની લિંક્સ:
નિષ્કર્ષ
GSTES ભરતી 2026 એ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત સરકારની સંસ્થામાં કામ કરવાનો એક મોકો છે. ખાસ કરીને જેઓ પાસે 55% થી વધુ ગુણ સાથે સ્નાતકની ડિગ્રી અને સંબંધિત વિભાગમાં અનુભવ છે, તેઓએ આ તક ચૂકવી ન જોઈએ. પ્રક્રિયા સરળ છે, પરંતુ તેના માટે સાવચેતી જરૂરી છે. સત્તાવાર સૂચના ડાઉનલોડ કરીને તેને ધ્યાનથી વાંચો, જરૂરી બધા દસ્તાવેજો ભેગા કરો અને સમયસર અરજી પોસ્ટ કરી દો. આ લેખમાં આપેલી માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે તેવી આશા છે.
Disclaimer
આ લેખમાં આપેલી ભરતી સંબંધિત માહિતી સત્તાવાર જાહેરનામા અને ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પર માહિતી જરૂર તપાસો. તારીખ, લાયકાત અથવા અન્ય વિગતોમાં ફેરફાર થઈ શકે છે. કોઈપણ ભૂલ કે વિસંગતતા માટે અમારી જવાબદારી રહેશે નહીં

તેમણે 2019 માં Nirma University, Ahmedabad માંથી MBA (Human Resource Management) પૂર્ણ કર્યું છે અને તેમને સરકારી વિષયો પર લખવાનો વિશેષ રસ છે. તેમણે અત્યાર સુધીમાં 500 થી વધુ લેખ લખ્યા છે. MahitiRecruitment.com દ્વારા તેઓ સરકારી નોકરી અને યોજનાઓની સાચી અને સરળ માહિતી ઓફિશિયલ સોર્સ પરથી ચકાસીને વાચકો સુધી પહોંચાડે છે.