ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (IDBI) દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડી છે. જો તમે પણ લાયકાત ધરાવો છો તો આ ભરતીમાં ભાગ લઇ ગુજરાત તથા ભારતમાં નોકરી મેળવી શકો છો. આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો સરળ ભાષામાં મળશે, જેમાં પોસ્ટનું નામ, જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા, પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, અરજી સ્ટેપ્સ, સત્તાવાર જાહેરાત અને ઓનલાઈન અરજી ફોર્મની સીધી લિંક્સનો સમાવેશ થાય છે.
IDBI Bank Recruitment 2026 । ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2026
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા |
| ભરતી જાહેરાત નંબર | 6 & 7/2025-26 |
| પદો | અલગ અલગ |
| ખાલી જગ્યાઓ | 1300 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | IDBI Portal |
અગત્યની તારીખો (Important Dates)
સૌપ્રથમ, તમારા કેલેન્ડરમાં આ તારીખો નોંધી લો. કોઈપણ કાયમી ભરતીમાં સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે. IDBI બેંકે આ ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
અરજી કરવાની શરૂઆતની તારીખ 8 માર્ચ 2026 છે. ઉમેદવારો પાસે અરજી કરવા માટે લગભગ 12 દિવસનો સમય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 માર્ચ 2026 છે. આ તારીખ પછી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, તેથી અમારી તમને સલાહ છે કે જો તમે લાયકાત ધરાવતા હોય તો સમયસર અરજી કરી દેવી જોઈએ. પરીક્ષાની તારીખ હજુ જાહેર થઈ નથી, તેની જાહેરાત અધિકૃત વેબસાઇટ પર ટૂંક સમયમાં કરવામાં આવશે.
| ઘટના | તારીખ |
|---|---|
| ટૂંકી સૂચના (નોટિફિકેશન) | 6 માર્ચ 2026 |
| ઓનલાઈન અરજી શરૂ થાય છે | 8 માર્ચ 2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 19 માર્ચ 2026 |
| પરીક્ષા તારીખ | ટૂંક સમયમાં જાહેર થશે |
પોસ્ટનું નામ (Post Name) અને ખાલી જગ્યાઓ (Vacancy Details)
IDBI બેંક આ ભરતી અંતર્ગત બે પ્રકારના પદો ભરવા જઈ રહી છે જેમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) ગ્રેડ ‘O’ અને આસિસ્ટન્ટ મેનેજર (AM) ગ્રેડ ‘A’ નો સમાવેશ થાય છે. કુલ 1300 પદોમાંથી મોટાભાગની જગ્યાઓ જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) માટે છે. આસિસ્ટન્ટ મેનેજરના પદોની સંખ્યા 200 છે.
| પોસ્ટનું નામ | ગ્રેડ | ખાલી જગ્યાઓની સંખ્યા |
|---|---|---|
| જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) | ગ્રેડ ‘O’ | 1100 |
| આસિસ્ટન્ટ મેનેજર (AM) | ગ્રેડ ‘A’ | 200 |
| કુલ | 1300 |
પગાર અને અન્ય લાભો (Salary and Other Benefits)
IDBI બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર તરીકે પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતમાં એક વર્ષનો પ્રોબેશન સમયગાળો (અજમાયશી મુદ્દત) રહેશે, જેમાં 9 મહિનાની તાલીમ અને 3 મહિનાની ઇન્ટર્નશિપનો સમાવેશ થાય છે. તાલીમ દરમિયાન દર મહિને રૂ. 5,000/- અને ઇન્ટર્નશિપ દરમિયાન રૂ. 15,000/-નું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.
પ્રોબેશન પૂર્ણ થયા બાદ, નિયમિત નિમણૂક પર વાર્ષિક પગાર (CTC) રૂ. 6.14 લાખથી રૂ. 6.50 લાખની વચ્ચે હોય છે, જે ‘A’ વર્ગના શહેરો માટે છે. માસિક હાથ પર મળતો પગાર (In-hand salary) આશરે રૂ. 44,946 ની આસપાસ છે.
પગાર સાથે સંકળાયેલી અન્ય અગત્યની વિગતો આ પ્રમાણે છે:
| વિગત | રકમ / માહિતી |
|---|---|
| વાર્ષિક પગાર (CTC) | રૂ. 6.14 થી 6.50 લાખ પ્રતિ વર્ષ (આશરે) |
| માસિક કુલ પગાર | રૂ. 49,500 (આશરે) |
| માસિક હાથ પર પગાર | રૂ. 44,946 (આશરે) |
| પ્રોબેશન પીરિયડ | 1 વર્ષ (9 મહિના તાલીમ + 3 મહિના ઇન્ટર્નશિપ) |
| તાલીમ દરમિયાન સ્ટાઈપેન્ડ | પ્રથમ 6 મહિના: રૂ. 5000/-, પછીના 2 મહિના: રૂ. 15000/- |

IDBI બેંકમાં કરિયર ગ્રોથ અને પ્રમોશન (Career Growth & Promotion)
IDBI બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) તરીકે જોડાઈને બેન્કિંગ ક્ષેત્રમાં સારા કરિયરની શરૂઆત કરી શકાય છે. ઘણા ઉમેદવારોને મૂંઝવણ હોય છે કે આ પદ પછી આગળ શું? તો તેની વિગતવાર સમજણ નીચે મુજબ છે:
- ગ્રેડ ‘O’ થી ‘A’ સુધીની સફર: JAM (ગ્રેડ ‘O’) તરીકે સફળતાપૂર્વક 3 વર્ષનો પ્રોબેશન અને સેવા પૂર્ણ કર્યા પછી, બેંકની આંતરિક નીતિઓ અને કાર્યક્ષમતાના આધારે તમને આસિસ્ટન્ટ મેનેજર (Grade A) તરીકે પ્રમોશન મળવાપાત્ર થાય છે.
- ઝડપી પ્રમોશનની તક: IDBI બેંકમાં સમયાંતરે આંતરિક પ્રમોશન પરીક્ષાઓ લેવામાં આવે છે. જો તમે મહેનતુ છો, તો તમે ખૂબ જ ટૂંકા ગાળામાં ઉચ્ચ હોદ્દા પર પહોંચી શકો છો.
- કરિયરની સીડી (Career Ladder):
- જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM – Grade O)
- આસિસ્ટન્ટ મેનેજર (AM – Grade A)
- મેનેજર (Manager – Grade B)
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM – Grade C)
- ડેપ્યુટી જનરલ મેનેજર (DGM – Grade D)
- જનરલ મેનેજર (GM – Grade E)
શા માટે આ સારી તક છે?
અન્ય સરકારી બેંકોની સરખામણીએ IDBI માં ખાનગી ક્ષેત્ર જેવી કામ કરવાની ક્ષમતા અને ઝડપી ગ્રોથ જોવા મળે છે. અહીં તમારી આવડત મુજબ તમને વિવિધ વિભાગો જેવા કે રિટેલ બેંકિંગ, કોર્પોરેટ બેંકિંગ કે લોન વિભાગમાં એક્સપર્ટ બનવાની તક મળે છે.
IDBI બેંકમાં કામગીરીની સમજણ (Job Profile)
ઘણા ઉમેદવારોના મનમાં પ્રશ્ન હોય છે કે જુનિયર આસિસ્ટન્ટ મેનેજર તરીકે પસંદગી થયા પછી બેંકમાં કયા પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે? IDBI બેંકમાં તમારી મુખ્ય કામગીરી નીચે મુજબના ક્ષેત્રોમાં હોઈ શકે છે:
- બ્રાન્ચ ઓપરેશન્સ: બેંકની દરરોજની કામગીરી જેવી કે રોકડ વ્યવહાર (Cash Transactions), ખાતા ખોલવા અને ગ્રાહકોની પૂછપરછનું નિરાકરણ લાવવાનું કામ રહે છે.
- લોન પ્રોસેસિંગ: ગ્રાહકોની લોન અરજીઓની ચકાસણી કરવી, દસ્તાવેજોની તપાસ કરવી અને લોન મંજૂરીની પ્રક્રિયામાં મદદ કરવાની હોય છે.
- ગ્રાહક સેવા અને સંબંધો: બેંકના વિવિધ ઉત્પાદનો (જેમ કે FD, વીમો, મ્યુચ્યુઅલ ફંડ) વિશે ગ્રાહકોને માહિતી આપવી અને નવા ગ્રાહકો જોડવાના હોય છે.
- રિસ્ક મેનેજમેન્ટ: બેંકિંગ નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવું અને લોન રિકવરી તેમજ ઓડિટ સંબંધિત કામગીરીમાં સહયોગ આપવાનો હોય છે.
- ડિજિટલ બેંકિંગ: ગ્રાહકોને નેટ બેંકિંગ અને મોબાઈલ એપ જેવી આધુનિક સેવાઓનો ઉપયોગ કરતા શીખવવાનું હોય છે.
ટૂંકમાં, આ પોસ્ટ પર તમને બેંકિંગના દરેક વિભાગનો પાયાનો અને મજબૂત અનુભવ મેળવવાની તક મળશે.
સર્વિસ બોન્ડની વિગતો (Service Bond Details)
IDBI બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) તરીકે જોડાતા પહેલા ઉમેદવારોએ સર્વિસ બોન્ડ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. સત્તાવાર જાહેરાત મુજબ બોન્ડની શરતો નીચે મુજબ છે:
- બોન્ડનો સમયગાળો: પસંદ થયેલ ઉમેદવારે બેંકમાં ઓછામાં ઓછા 3 વર્ષ સુધી સેવા આપવી ફરજિયાત છે.
- બોન્ડની રકમ: જો કોઈ ઉમેદવાર આ 3 વર્ષના સમયગાળા પહેલા નોકરી છોડવા માંગે છે, તો તેમણે બેંકને રૂ. 2,00,000/- (બે લાખ રૂપિયા) + લાગુ પડતા GST ની રકમ ચૂકવવી પડશે.
- હેતુ: બેંક દ્વારા તમારી પાછળ કરવામાં આવતા તાલીમ અને વિકાસના ખર્ચને સુરક્ષિત કરવા માંગે છે.
ઉમેદવારો માટે સલાહ: આ ભરતીમાં અરજી કરતા પહેલા આ નાણાકીય જવાબદારીને ધ્યાનમાં લેવી અને લાંબા ગાળાના કરિયરના આયોજન સાથે જ આગળ વધવું જોઈએ.

આ પણ વાંચો – GSSSB Supervisor Instructor Recruitment 2026
વયમર્યાદા (Age Limit)
IDBI JAM ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ વયમર્યાદા ચકાસી લેવી જોઈએ. જુનિયર આસિસ્ટન્ટ મેનેજર પદ માટે લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ છે. આસિસ્ટન્ટ મેનેજર પદ માટે લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ છે. વયની ગણતરી 1 માર્ચ 2026 ના રોજ કરવામાં આવશે.
જો કે, સરકારના નિયમો અનુસાર અનામત શ્રેણીના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે જે તમે નીચે મુજબ આપેલ કોષ્ટક દ્વારા સમજી શકો છો.
| શ્રેણી | ઉંમરમાં છૂટછાટ (JAM પોસ્ટ માટે) |
|---|---|
| અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જનજાતિ (ST) | 5 વર્ષ |
| અન્ય પછાત વર્ગો (OBC – નોન-ક્રીમી લેયર) | 3 વર્ષ |
| દિવ્યાંગ વ્યક્તિઓ (PwBD) | 10 વર્ષ |
| ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) | 5 વર્ષ |
લાયકાત (Educational Qualification)
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, IDBI JAM ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) થયેલું હોવું જરૂરી છે. પરંતુ માત્ર ડિગ્રી પૂરતી નથી, તેમાં મેળવેલા ગુણ પણ અગત્યના છે. સામાન્ય, OBC અને EWS વર્ગના ઉમેદવારો માટે સ્નાતકમાં લઘુત્તમ 60% માર્ક્સ હોવા જરૂરી છે, જ્યારે SC, ST અને PwBD વર્ગના ઉમેદવારો માટે 55% માર્ક્સ પૂરતા છે.
IDBI Bank અધિકૃત ભરતી જાહેરનામામાં આપેલી વિગતો અનુસાર, માત્ર ડિપ્લોમા કરેલ ઉમેદવારો આ ભરતી માટે પાત્ર રહેશે નહીં. આ સિવાય, ઉમેદવારને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે અને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોય તો પ્રાથમિકતા મળી શકે છે.
| પોસ્ટ | લાયકાત | માર્ક્સ (લઘુત્તમ) |
|---|---|---|
| જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) | કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક (Bachelor’s Degree) | 60% (General, OBC, EWS) 55% (SC, ST, PwBD) |
| આસિસ્ટન્ટ મેનેજર (AM) | સ્નાતક + BFSI વિભાગમાં 2 વર્ષનો અનુભવ | ઉપર મુજબ |
આ પણ વાંચો – GSSSB CCE Recruitment 2026
અરજી ફી (Application Fee)
ફીની રકમ ઉમેદવારની શ્રેણી પર આધાર રાખે છે. સામાન્ય, OBC અને EWS વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 1050/- છે, જ્યારે SC, ST અને PwBD વર્ગના ઉમેદવારો માટે માત્ર રૂ. 250/- (ઇન્ટિમેશન ચાર્જ) છે. ફી ઓનલાઈન માધ્યમથી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPI દ્વારા ભરી શકાય છે.
| શ્રેણી | અરજી ફી |
|---|---|
| સામાન્ય (General) / OBC / EWS | રૂ. 1050/- |
| અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જનજાતિ (ST) / દિવ્યાંગ (PwBD) | રૂ. 250/- (માત્ર ઇન્ટિમેશન ચાર્જ) |
પસંદગી પ્રક્રિયા (Selection Process)
IDBI બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની પસંદગી બહુ-તબક્કાની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. યોગ્ય અને સક્ષમ ઉમેદવારોની પસંદગી થાય, તે આ પ્રક્રિયા નક્કી કરે છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની ભરતી જાહેરાતમાં જણાવેલ માહિતી મુજબ, પસંદગીની મુખ્ય પ્રક્રિયાઓ નીચે મુજબ છે:
- ઓનલાઈન ટેસ્ટ (Online Test – OT): આ પ્રથમ તબક્કો છે, જેમાં ઉમેદવારોની વિવિધ ક્ષમતાઓ જેમ કે તર્કશક્તિ, ગાણિતિક ક્ષમતા, અંગ્રેજી અને સામાન્ય જાગૃતિની કસોટી થાય છે.
- દસ્તાવેજ ચકાસણી (Document Verification – DV): ઓનલાઈન ટેસ્ટમાં સફળ થયેલા ઉમેદવારોના શૈક્ષણિક અને અન્ય દસ્તાવેજો ચકાસવામાં આવે છે.
- વ્યક્તિગત મુલાકાત (Personal Interview – PI): દસ્તાવેજો ચકાસણી બાદ ઉમેદવારોની વ્યક્તિગત મુલાકાત લેવામાં આવે છે, જ્યાં તેમના વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને બેંકિંગ વિભાગ વિશેની સમજણને પારખવામાં આવે છે.
- પૂર્વ-નિમણૂક તબીબી તપાસ (Pre-Recruitment Medical Test – PRMT): આ અંતિમ તબક્કો છે, જેમાં ઉમેદવારની તબિયત બેંકની નોકરી માટે યોગ્ય છે કે કેમ તે ચકાસવામાં આવે છે.
| તબક્કો | વિગત |
|---|---|
| 1. ઓનલાઈન ટેસ્ટ (OT) | કોમ્પ્યુટર આધારિત બહુવિકલ્પીય પ્રશ્નોની પરીક્ષા |
| 2. દસ્તાવેજ ચકાસણી (DV) | શૈક્ષણિક અને વ્યક્તિગત દસ્તાવેજોની ચકાસણી |
| 3. વ્યક્તિગત મુલાકાત (PI) | અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યુ |
| 4. તબીબી તપાસ (PRMT) | નિમણૂક પહેલા આરોગ્ય તપાસ |
જરૂરી દસ્તાવેજો (Required Documents)
ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે, ઉમેદવારોએ કેટલાક દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની હોય છે. આ દસ્તાવેજોનું કદ અને પરિમાણ નક્કી કરેલ હોય છે, તેથી તે મુજબ જ દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે.
| દસ્તાવેજ | પરિમાણ (Dimensions) | ફાઇલનું કદ |
|---|---|---|
| ફોટોગ્રાફ | 200 x 230 પિક્સેલ | 20 KB – 50 KB |
| સહી (સિગ્નેચર) | 140 x 60 પિક્સેલ | 10 KB – 20 KB |
| ડાબા હાથનો અંગૂઠાનું નિશાન (Thumb Impression) | 240 x 240 પિક્સેલ | 20 KB – 50 KB |
| હાથથી લખેલું ઘોષણાપત્ર (Handwritten Declaration) | 800 x 400 પિક્સેલ | 50 KB – 100 KB |
પરીક્ષા પેટર્ન (Exam Pattern) અને અભ્યાસક્રમ (Syllabus)
કોઈપણ પરીક્ષા માટે તેની પેટર્ન અને અભ્યાસક્રમ સમજવો ખૂબ જ જરૂરી છે. IDBI JAMની ઓનલાઈન પરીક્ષા કુલ 200 ગુણની હશે, જેમાં 200 પ્રશ્નો પૂછાશે. પરીક્ષા 2 કલાક (120 મિનિટ) ની હશે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે, એટલે કે નકારાત્મક ગુણાંક છે.
| વિભાગ | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ | સમય |
|---|---|---|---|
| તાર્કિક તર્ક, ડેટા વિશ્લેષણ અને અર્થઘટન | 60 | 60 | 40 મિનિટ |
| અંગ્રેજી ભાષા | 40 | 40 | 20 મિનિટ |
| માત્રાત્મક યોગ્યતા | 40 | 40 | 35 મિનિટ |
| સામાન્ય/અર્થતંત્ર/બેંકિંગ જાગૃતિ/કમ્પ્યુટર/આઇટી | 60 | 60 | 25 મિનિટ |
| કુલ | 200 | 200 | 120 મિનિટ |
અભ્યાસક્રમ (Syllabus):
- તાર્કિક તર્ક: બેઠક વ્યવસ્થા (Seating Arrangement), પઝલ, અસમાનતા (Inequality), સિલોજિઝમ, લોહીના સંબંધો, દિશા અને અંતર.
- માત્રાત્મક યોગ્યતા: સંખ્યા શ્રેણી (Number Series), સરળીકરણ (Simplification), ડેટા ઇન્ટરપ્રિટેશન, નફો-નુકસાન, ગુણોત્તર-પ્રમાણ, સરેરાશ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, વર્તુળ-ચતુષ્કોણ વગેરેનું ક્ષેત્રફળ.
- અંગ્રેજી ભાષા: રીડિંગ કોમ્પ્રીહેન્શન, ક્લોઝ ટેસ્ટ, ભૂલ શોધો (Error Spotting), વાક્ય સુધારણા, પેરા જમ્બલ, શબ્દભંડોળ (Vocabulary).
- સામાન્ય જાગૃતિ: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર, બેંકિંગ અને નાણાકીય વિભાગની જાગૃતિ, RBI યોજનાઓ, સરકારી યોજનાઓ, પુરસ્કારો, રમત-ગમત, પુસ્તકો અને લેખકો, કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન.
IDBI JAM પરીક્ષા પાસ કરવા માટેની ખાસ રણનીતિ (Subject-Wise Strategy)
IDBI બેંકની પરીક્ષામાં સફળતા મેળવવા માટે માત્ર વાંચવું પૂરતું નથી, પણ કયા વિષય પર કેવી રીતે ભાર મૂકવો તે મહત્વનું છે. મારા 6 વર્ષના શૈક્ષણિક અનુભવના આધારે અહીં કેટલીક ખાસ ટિપ્સ છે:
- તાર્કિક તર્ક (Reasoning): આ વિભાગમાં સૌથી વધુ ગુણ મેળવી શકાય છે. પઝલ (Puzzles) અને બેઠક વ્યવસ્થા (Seating Arrangement) ના પ્રશ્નોની દરરોજ પ્રેક્ટિસ કરો. બ્લડ રિલેશન અને સિલોજિઝમ જેવા પ્રકરણો પર તમારે વધુ ધ્યાન આપવું જોઈએ.
- અંગ્રેજી ભાષા (English): ગ્રામર ગોખવાને બદલે વાંચન (Reading) પર ધ્યાન આપો. દરરોજ અંગ્રેજી અખબારના ‘એડિટોરિયલ’ (Editorial) વિભાગને વાંચો. આનાથી તમારું રીડિંગ કોમ્પ્રીહેન્શન અને વોકેબ્યુલરી બંને સુધરશે જે તમને પરીક્ષામાં ઘણું મદદરૂપ સાબિત થશે.
- માત્રાત્મક યોગ્યતા (Maths): ગણતરીની ઝડપ વધારવા માટે ટેબલ્સ, સ્ક્વેર અને ક્યુબ્સ મોઢે કરો. ડેટા ઇન્ટરપ્રિટેશન (DI) ના પ્રશ્નો દરરોજ સોલ્વ કરો, કારણ કે તે વધુ ગુણ અપાવે છે.
- સામાન્ય અને બેંકિંગ જાગૃતિ (General Awareness): છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ પર ખાસ ધ્યાન આપો. ખાસ કરીને RBI ની નવી ગાઈડલાઈન્સ, બેંકિંગ ટર્મ્સ અને સરકારી યોજનાઓ વિશેની ટૂંકી નોંધ બનાવો.
- કમ્પ્યુટર જ્ઞાન: આ વિભાગ પ્રમાણમાં સરળ હોય છે. શોર્ટકટ કી, એમએસ ઓફિસ અને ઇન્ટરનેટના પાયાના જ્ઞાન માટે જૂના પ્રશ્નોનું પુનરાવર્તન કરો.
ખાસ સૂચના: દર અઠવાડિયે ઓછામાં ઓછી બે Full-Length Mock Test આપો અને તેનું વિશ્લેષણ કરો કે કયા વિભાગમાં તમે નબળા છો અને તેના પર વધુ ધ્યાન આપો.
લેખિત પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ (Preparation Tips)
IDBI JAM જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે યોજના બનાવીને તૈયારીની જરૂર છે. અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપેલી છે:
- અભ્યાસક્રમ સમજો: અરજી કરવા માટે સૌથી પહેલા આખો અભ્યાસક્રમ સમજી લો અને તે મુજબ અભ્યાસ યોજના બનાવો.
- દરરોજ અભ્યાસ કરો: દરરોજ થોડા કલાકનો નિયમિત અભ્યાસ કરો. દરેક વિભાગ માટે અલગ સમય ફાળવો.
- સાદું ગણિત અને તર્કશક્તિ પર ભાર આપો: આ વિભાગોમાં સારા ગુણ મેળવવા સરળ છે. દરરોજ ઓછામાં ઓછા 30-40 પ્રશ્નો ઉકેલવાની પ્રેક્ટિસ કરો.
- સામાન્ય જ્ઞાન અપડેટ રાખો: દરરોજ સમાચાર વાંચો અને બેંકિંગ, અર્થતંત્ર સંબંધિત શબ્દો અને યોજનાઓની નોંધ બનાવતા રહો.
- જૂના પ્રશ્નપત્રો ઉકેલો: પાછલા વર્ષોના ઓરીજનલ પ્રશ્નપત્રો ઉકેલવાથી પરીક્ષાની પેટર્ન અને પૂછાતા પ્રશ્નોના પ્રકારનો ખ્યાલ આવે છે. તમે આ પ્રશ્નપત્રો ઇન્ટરનેટ પર વિવિસ વેબસાઇટ પરથી મેળવી શકો છો.
- મોક ટેસ્ટ આપો: નિયમિત રીતે ઓનલાઈન મોક ટેસ્ટ આપતા રહો. આનાથી ટાઈમ મેનેજમેન્ટમાં મદદ મળશે અને તમારી તૈયારીનું મૂલ્યાંકન પણ થશે.
અરજી પ્રક્રિયા (Application Process)
IDBI JAM ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે તમારી અરજી કરી શકો છો:
- સૌપ્રથમ IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ https://www.idbibank.in/ વિઝીટ કરો. તમે ડાયરેક્ટ લિંકની મદદથી જઈ શકો છો અથવા ગૂગલ પર “IDBI Bank Official Website” લખી સર્ચ પણ કરી શકો છો.
- હોમપેજ પર “કરિયર” (Careers) અથવા “વર્તમાન ખાલી જગ્યાઓ” (Current Openings) વિભાગ પર જાઓ.
- “જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) અને આસિસ્ટન્ટ મેનેજર ભરતી – 2026” ની લિંક પર ક્લિક કરો.
- “ઓનલાઈન અરજી કરો” (Apply Online) ના બટન પર ક્લિક કરીને નોંધણી કરો. તમારું નામ, ઇમેઇલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો.
- સફળતાપૂર્વક નોંધણી કરી લીધા પછી, અરજી ફોર્મમાં તમારી પોતાની માહિતી, શૈક્ષણિક અને અન્ય માંગેલી વિગતો ધ્યાનપૂર્વક ભરો.
- માંગેલા દસ્તાવેજો (ફોટો, સહી, વગેરે) નક્કી કરેલ માપ અને કદમાં સ્કેન કરીને અપલોડ કરો.
- તમારી શ્રેણી પ્રમાણે અરજી ફી ઓનલાઈન ભરો.
- બધી વિગતો ફરી એક વાર ચકાસી લો અને “સબમિટ” કરો. ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ અને ફીની પ્રાપ્તિ (Receipt) રાખો.
એડમિટ કાર્ડ અને કોલ લેટર (Admit Card & Call Letter)
પરીક્ષાના થોડા દિવસો પહેલા IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર અને જન્મ તારીખ જેવી માહિતી નાખવી પડશે. પરીક્ષા કેન્દ્ર પર એડમિટ કાર્ડ વગર જવાની મંજૂરી નહીં હોવાથી, તે ડાઉનલોડ કરીને કોઈ વ્યવસ્થિત જગ્યા પર સાચવી રાખો.
પરીક્ષા કેન્દ્રો અને કટ-ઓફ વિશ્લેષણ (Exam Centre & Cutoff Analysis)
પરીક્ષાની તૈયારી સાથે એ પણ જાણવું જરૂરી છે કે તમારે પરીક્ષા આપવા માટે ક્યાં જવું પડી શકે છે અને ઓછામાં ઓછા કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે
ગુજરાતમાં પરીક્ષા કેન્દ્રો: IDBI બેંક દ્વારા સામાન્ય રીતે ગુજરાતના મુખ્ય શહેરોમાં પરીક્ષા લેવામાં આવે છે. અરજી કરતી વખતે તમે નીચેનામાંથી કોઈ પણ કેન્દ્ર પસંદ કરી શકો છો:
- અમદાવાદ / ગાંધીનગર
- રાજકોટ
- વડોદરા
- સુરત
- ભાવનગર
કટ-ઓફ વિશ્લેષણ (અંદાજિત): કટ-ઓફ દર વર્ષે પેપરના સ્તર અને જગ્યાઓની સંખ્યા પર આધાર રાખે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડ મુજબ, સુરક્ષિત સ્કોર માટે તમારે નીચે મુજબના ટાર્ગેટ રાખવા જોઈએ:
- જનરલ કેટેગરી: 200 માંથી 120 થી 130 માર્ક્સ.
- OBC/EWS કેટેગરી: 110 થી 120 માર્ક્સ.
- SC/ST કેટેગરી: 95 થી 105 માર્ક્સ.
એક્સપર્ટ એડવાઈઝ: માત્ર કટ-ઓફ ક્લિયર કરવાથી સિલેક્શન થતું નથી, તમારે ફાઈનલ મેરિટમાં આવવા માટે કટ-ઓફ કરતા 10-15 માર્ક્સ વધારે મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
રિઝલ્ટ (Result)
IDBI JAM ભરતીના તમામ તબક્કા (પરીક્ષા અને ઇન્ટરવ્યુ) પૂરા થયા બાદ, અંતિમ પરિણામ (Final Result) બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોની અંતિમ રીતે પસંદગી થશે તેમને પસંદગી પત્ર (Appointment Letter) મોકલવામાં આવશે.
જૂના પ્રશ્નપત્રો ક્યાંથી મેળવવા (Previous Papers)
IDBI JAM પરીક્ષાના ઓરીજનલ પ્રશ્નપત્રો મેળવવા માટે તમે નીચેના વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો:
- સત્તાવાર IDBI વેબસાઇટ: IDBI બેંકની વેબસાઇટ પર ‘કરિયર’ વિભાગમાં ક્યારેક જૂના પ્રશ્નપત્રોની લિંક મૂકવામાં આવે છે.
- શૈક્ષણિક વેબસાઇટ્સ અને ફોરમ: Guidely, Adda247, CareerPower, SarkariExam જેવી વેબસાઇટ્સ પર જૂના પ્રશ્નપત્રો અને તેના ઉકેલો મળી શકે છે. આ ઉપરાંત, Telegram અને WhatsApp ગ્રુપમાં પણ આ માહિતી શેર કરવામાં આવે છે.
- યુટ્યુબ (YouTube): YouTube પર ઘણી શૈક્ષણિક ચેનલો IDBI JAM પરીક્ષાના પ્રશ્નપત્રોનું વિશ્લેષણ અને ઉકેલ આપતી હોય છે.
IDBI Bank Recruitment 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
A. આ ભરતી હેઠળ કુલ 1300 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
A. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 માર્ચ, 2026 છે.
A. આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) અને આસિસ્ટન્ટ મેનેજર (AM) પદો માટે અરજી કરી શકાય છે.
A. ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) હોવો જરૂરી છે.
A. પસંદગી ઓનલાઈન પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી, ઇન્ટરવ્યુ અને તબીબી તપાસના આધારે થશે.
A. General, OBC અને EWS ઉમેદવારો માટે રૂ.1050 અને SC, ST તથા PwBD ઉમેદવારો માટે રૂ.250 અરજી ફી છે.
A. ઓનલાઈન પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો પૂછવામાં આવશે.
A. આ પરીક્ષા માટે કુલ 120 મિનિટ (2 કલાક) નો સમય આપવામાં આવશે.
આ લેખ સંબંધિત મહત્વની લિંક્સ:
નિષ્કર્ષ
ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત તથા ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવા માંગતા અને કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સારી તક સાબિત થઈ શકે છે. અરજી કરતા પહેલા તમારી લાયકાત, અનુભવ અને રસને ધ્યાનમાં લઈને યોગ્ય પોસ્ટ પસંદ કરો. બધા દસ્તાવેજો તૈયાર કરીને અરજી કરી દો. તમારું ઈમેલ તથા મેસેજ ચેક કરતા રહો અને પરીક્ષા માટેની તૈયારી પણ નિયમિત કરતા રહો તો તમે આ ભરતીમાં સફળતા મેળવી શકો છો. આવી જ ભરતીઓની માહિતી વિસ્તારપૂર્વક અને સરળ ભાષામાં જાણવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો.
Disclaimer
આ લેખમાં આપેલી ભરતી સંબંધિત માહિતી સત્તાવાર જાહેરનામા અને ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પર માહિતી જરૂર તપાસો. તારીખ, લાયકાત અથવા અન્ય વિગતોમાં ફેરફાર થઈ શકે છે. કોઈપણ ભૂલ કે વિસંગતતા માટે અમારી જવાબદારી રહેશે નહીં.

તેમણે 2019 માં Nirma University, Ahmedabad માંથી MBA (Human Resource Management) પૂર્ણ કર્યું છે અને તેમને સરકારી વિષયો પર લખવાનો વિશેષ રસ છે. તેમણે અત્યાર સુધીમાં 500 થી વધુ લેખ લખ્યા છે. MahitiRecruitment.com દ્વારા તેઓ સરકારી નોકરી અને યોજનાઓની સાચી અને સરળ માહિતી ઓફિશિયલ સોર્સ પરથી ચકાસીને વાચકો સુધી પહોંચાડે છે.