પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડી છે. જો તમે પણ લાયકાત ધરાવો છો તો આ ભરતીમાં ભાગ લઇ ગુજરાત માં નોકરી મેળવી શકો છો. આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો સરળ ભાષામાં મળશે, જેમાં પોસ્ટનું નામ, જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા, પરીક્ષાનો અભ્યાસક્રમ, ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે કરવી, અરજી સ્ટેપ્સ, સત્તાવાર જાહેરાત અને ઓનલાઈન અરજી ફોર્મની સીધી લિંક્સનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 (ઇચ્છાનાથ), સુરત શૈક્ષણિક સત્ર 2026-27 માટે કરાર આધારિત વિવિધ શિક્ષક અને સ્ટાફની જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના નિયમો અનુસાર લાયકાત અને પગાર નક્કી કરવામાં આવશે.
આ ઇન્ટરવ્યુ સુરતની ત્રણ શાળાઓ – કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 ઇચ્છાનાથ, કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 અને કેન્દ્રીય વિદ્યાલય નંબર 3 ONGC માટે સંયુક્ત રીતે લેવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય ની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ, લાયકાત ધરાવતા ઉમેદવારોએ આપેલ સમય પ્રમાણે હાજર રહેવું ત્યારબાદ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
PM Shri Kendriya Vidyalaya Recruitment 2026 | પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભરતી 2026
| મુખ્ય માહિતી | વિગતો |
|---|---|
| સંસ્થાનું નામ | પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 (ઇચ્છાનાથ), સુરત |
| પદોનું નામ | વિવિધ |
| કુલ જગ્યાઓ | જાહેરાત મુજબ અનેક પદો |
| અરજીનો મોડ | ઓફલાઇન (વોક-ઇન ઇન્ટરવ્યુ) અને ઇમેઇલ |
| સત્તાવાર વેબસાઈટ | https://no1surat.kvs.ac.in/ |
અગત્યની તારીખો (Important Dates)
પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલયની આ ભરતી માટે ઇન્ટરવ્યુ 16 માર્ચ, 2026 ના રોજ લેવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ સમયમર્યાદામાં અરજી કરી દેવી, કારણ કે ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ કરવામાં આવશે. નોંધણી ફક્ત સવારે 9:00 થી 10:00 વાગ્યા વચ્ચે જ કરવામાં આવશે, ત્યારબાદ કોઈને ઇન્ટરવ્યુ માટે પ્રવેશ આપવામાં આવશે નહીં.
| વિગત | તારીખ |
|---|---|
| વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ | 16 માર્ચ, 2026 |
| નોંધણી સમય | સવારે 9:00 થી 10:00 વાગ્યા સુધી |
| ઇન્ટરવ્યુ સમય | સવારે 10:00 વાગ્યાથી |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો (Post Name and Vacancy Details)
કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 (ઇચ્છાનાથ), સુરત દ્વારા વિવિધ શિક્ષણ અને બિન-શિક્ષણ વિભાગોમાં જુદા જુદા પદો ભરવામાં આવશે. દરેક પદ માટે KVS ના નિયમો મુજબ પાત્રતા માંગવામાં આવે છે. આ ઇન્ટરવ્યુ સુરતની ત્રણ શાળાઓ (KV 1 ઇચ્છાનાથ, KV 2 અને KV 3 ONGC) માટે સંયુક્ત રીતે લેવામાં આવી રહ્યો છે.
| ક્રમ | પોસ્ટનું નામ |
|---|---|
| 1 | PGT (બધા વિષયો) |
| 2 | TGT (બધા વિષયો) |
| 3 | PRT (પ્રાથમિક શિક્ષક) |
| 4 | કોમ્પ્યુટર પ્રશિક્ષક |
| 5 | રમતગમત/યોગ કોચ |
| 6 | કલા અને હસ્તકલા કોચ |
| 7 | નૃત્ય/સંગીત/થિયેટર કોચ |
| 8 | ખાસ શિક્ષક |
| 9 | કાઉન્સેલર |
| 10 | નર્સ |
વય મર્યાદા (Age Limit)
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના ભરતી નિયમો અનુસાર, કરાર આધારિત (Contractual) શિક્ષકો અને અન્ય સ્ટાફ માટે વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે. જે ઉમેદવારો શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોય, તેઓ નિયત વય મર્યાદા સુધી અરજી કરી શકે છે.
| કેટેગરી | વય મર્યાદાની વિગતો |
| લઘુત્તમ વય (Minimum Age) | 18 વર્ષ |
| મહત્તમ વય (Maximum Age) | 65 વર્ષ (KVS કરાર આધારિત નિયમો મુજબ) |
| વય મુક્તિ (Age Relaxation) | KVS ના સત્તાવાર ધારાધોરણો મુજબ છૂટછાટ મળી શકે છે |
નોંધ: ઉમેદવારની ઉંમરની ગણતરી ઇન્ટરવ્યુની તારીખ એટલે કે 16 માર્ચ, 2026 ને આધારે કરવામાં આવશે. નિવૃત્ત શિક્ષકો પણ જો શારીરિક રીતે સક્ષમ હોય તો 65 વર્ષની વય સુધી આ ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે. વધુ વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી જરૂરી છે.
પગાર ધોરણની વિગત (Expected Salary Structure)
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના નિયમો અનુસાર કરાર આધારિત કર્મચારીઓને માસિક ફિક્સ માનદ વેતન (Honorarium) આપવામાં આવે છે. સત્તાવાર જાહેરાત મુજબ, પગાર પદ અને કામગીરીના કલાકોના આધારે નક્કી થશે. સામાન્ય રીતે KVS માં નીચે મુજબનું પગાર માળખું જોવા મળે છે:
| પોસ્ટનું નામ | અંદાજિત માસિક પગાર (રૂપિયામાં) |
| PGT (તમામ વિષયો) | ₹27,500/- (ફિક્સ) |
| TGT (તમામ વિષયો) | ₹26,250/- (ફિક્સ) |
| PRT (પ્રાથમિક શિક્ષક) | ₹21,250/- (ફિક્સ) |
| કોમ્પ્યુટર પ્રશિક્ષક | ₹21,250 થી ₹26,250/- |
| સ્પોર્ટ્સ / યોગા / આર્ટ કોચ | ₹21,250/- |
| નર્સ | ₹750/- પ્રતિ દિવસ (કાર્યકારી દિવસો મુજબ) |
નોંધ: ઉપરોક્ત પગારની વિગતો KVS ના સામાન્ય ધારાધોરણો પર આધારિત છે. સુરતની શાળાઓ માટે ચોક્કસ પગારની જાણકારી ઇન્ટરવ્યુ સમયે અથવા શાળાના નોટિસ બોર્ડ પરથી મેળવી લેવી.
અરજી ફી (Application Fee)
આ ભરતી માટે ઉમેદવારોને કોઈ અરજી ફી ભરવાની નથી. સરકારી સંસ્થામાં કરાર આધારિત ભરતી હોવાથી કોઈ અરજી ફી લેવામાં આવશે નહિ. તે સંપૂર્ણપણે મફત છે.
| કેટેગરી | ફી (રૂપિયામાં) |
|---|---|
| બધી કેટેગરી | કોઈ ફી નથી |

આ પણ વાંચો – IDBI Bank Recruitment 2026
લાયકાત અને પાત્રતાની સંપૂર્ણ વિગતો (Complete Qualification Details)
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના નિયમો અનુસાર, શૈક્ષણિક પદો માટે CTET ક્વોલિફાઇડ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
| ક્રમ | પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત | વધારાની લાયકાત / ટેસ્ટ |
| 1 | PGT (બધા વિષયો) | સંબંધિત વિષયમાં 50% સાથે માસ્ટર ડિગ્રી | B.Ed અને હિન્દી-અંગ્રેજીનું જ્ઞાન |
| 2 | TGT (બધા વિષયો) | સંબંધિત વિષયમાં 50% સાથે બેચલર ડિગ્રી | CTET (Paper-II) અને B.Ed ફરજિયાત |
| 3 | PRT (પ્રાથમિક શિક્ષક) | 12 પાસ (50%) + D.El.Ed / B.El.Ed | CTET (Paper-I) પાસ હોવું જરૂરી |
| 4 | કોમ્પ્યુટર પ્રશિક્ષક | B.E/B.Tech (CS/IT), BCA, MCA અથવા PGDCA | કોમ્પ્યુટર એપ્લિકેશનનું પ્રેક્ટિકલ નોલેજ |
| 5 | રમતગમત / યોગ કોચ | શારીરિક શિક્ષણમાં સ્નાતક (B.P.Ed) અથવા ડિપ્લોમા | રાજ્ય/રાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર ઈચ્છનીય |
| 6 | કલા અને હસ્તકલા કોચ | ફાઇન આર્ટ્સ / પેઈન્ટિંગ / ક્રાફ્ટમાં 5 વર્ષનો ડિપ્લોમા | સંબંધિત ક્ષેત્રમાં નિપુણતા |
| 7 | નૃત્ય / સંગીત કોચ | સંગીત અથવા નૃત્યમાં સ્નાતક ડિગ્રી કે ડિપ્લોમા | પર્ફોર્મન્સ આર્ટ્સનો અનુભવ |
| 8 | ખાસ શિક્ષક (Special Educator) | સ્નાતક + B.Ed (Special Education) | RCI (Rehabilitation Council of India) નોંધણી |
| 9 | કાઉન્સેલર | B.A/B.Sc (Psychology) + કાઉન્સેલિંગમાં ડિપ્લોમા | વિદ્યાર્થીઓના માર્ગદર્શનનો અનુભવ |
| 10 | નર્સ | નર્સિંગમાં ડિપ્લોમા (GNM) અથવા B.Sc Nursing | નર્સિંગ કાઉન્સિલમાં માન્ય નોંધણી |
ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ:
- CTET ને પ્રાથમિકતા: જે ઉમેદવારોએ CTET પરીક્ષા પાસ કરી હશે, તેમને ઈન્ટરવ્યુમાં અને મેરિટમાં પ્રથમ અગ્રતા (Priority) આપવામાં આવશે.
- ભાષાની આવડત: શિક્ષક પદો માટે ઉમેદવાર હિન્દી અને અંગ્રેજી બંને માધ્યમમાં ભણાવી શકવા સક્ષમ હોવા જોઈએ.
- પગાર ધોરણ: તમામ પોસ્ટ માટે પગાર KVS ના વર્તમાન કરાર આધારિત (Contractual) દર મુજબ ચૂકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
કેન્દ્રીય વિદ્યાલય દ્વારા આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. પસંદગી ફક્ત વ્યક્તિગત ઇન્ટરવ્યુ (Personal Interview)ના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે એવું જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે. શક્ય છે કે ઇન્ટરવ્યૂ બાદ પસંદગીની તારીખ બાબતે ઉમેદવારને ફોન, ટેક્સ્ટ મેસેજ અથવા ઈમેઈલ માધ્યમથી જાણકારી આપવામાં આવી શકે છે.
- નોંધણી: ઇન્ટરવ્યુ સ્થળ પર સવારે 9:00 થી 10:00 વાગ્યા વચ્ચે નોંધણી કરાવવી ફરજિયાત છે.
- દસ્તાવેજ ચકાસણી: નોંધણી બાદ ઉમેદવારોના શૈક્ષણિક અને અનુભવના ઓરીજનલ દસ્તાવેજો ચકાસવામાં આવશે.
- ઇન્ટરવ્યુ: દસ્તાવેજ ચકાસણી બાદ પાત્ર ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
| તબક્કો | વિગતો |
|---|---|
| પ્રથમ તબક્કો | નોંધણી અને દસ્તાવેજ ચકાસણી |
| અંતિમ તબક્કો | વ્યક્તિગત ઇન્ટરવ્યુ (Personal Interview) |
આ પણ વાંચો – GSSSB Supervisor Instructor Recruitment 2026
ઇન્ટરવ્યુની તૈયારી માટે ટિપ્સ (Interview Preparation Tips)
આ ભરતીમાં એકમાત્ર પસંદગીનો આધાર ઇન્ટરવ્યુ હોવાથી, તેની તૈયારી સારી રીતે કરવી જરૂરી છે. અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપવામાં આવી છે.આ ટીપ્સ દ્રારા તમને ઇન્ટરવ્યુ વિષે ની માહિતી મળી રહેશે.
- વિષયવસ્તુની માહિતી: તમારા વિષય (જેના માટે અરજી કરી રહ્યા છો) નું વિસ્તારપૂર્વક જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. KVS ના અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ વિશે માહિતી મેળવો.
- શિક્ષણ આપવાની રીત: ઇન્ટરવ્યુમાં તમારૂ શિક્ષણ કૌશલ્ય (Teaching Skill) નું મૂલ્યાંકન કરવામાં આવશે. કેવી રીતે વિદ્યાર્થીઓને સરળતાથી શીખવાડી શકાય તેની તૈયારી રાખો.
- KVS વિશે માહિતી: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના ઉદ્દેશો, શિક્ષણ પદ્ધતિ અને નિયમો વિશે સામાન્ય માહિતી રાખો.
- દસ્તાવેજોની વ્યવસ્થા: તમામ જરૂરી દસ્તાવેજોની ઓરીજનલ નકલ અને સ્વ-પ્રમાણિત નકલો વ્યવસ્થિત રીતે ગોઠવી રાખો.
- આત્મવિશ્વાસ: ઇન્ટરવ્યુ દરમિયાન આત્મવિશ્વાસ અને સકારાત્મક વલણ રાખો. પ્રશ્નોના જવાબ શાંતિથી અને સ્પષ્ટ રીતે આપો.
ઇન્ટરવ્યુ માટે ડ્રેસ કોડ અને શિષ્ટાચાર (Interview Etiquette & Tips)
કેન્દ્રીય વિદ્યાલય એક પ્રતિષ્ઠિત સરકારી સંસ્થા હોવાથી, ઇન્ટરવ્યુ દરમિયાન તમારી રજૂઆત અને શિસ્ત ખૂબ મહત્વ ધરાવે છે. સફળતા મેળવવા માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
1. યોગ્ય ડ્રેસ કોડ (Professional Attire)
તમારો પહેરવેશ તમારી ગંભીરતા અને વ્યાવસાયિકતા દર્શાવે છે:
- પુરુષો માટે: હળવા રંગનું ફોર્મલ શર્ટ, ડાર્ક પેન્ટ અને ફોર્મલ શૂઝ (ઇન-શર્ટ કરેલું હોવું જોઈએ).
- મહિલાઓ માટે: સાડી અથવા વ્યવસ્થિત પંજાબી ડ્રેસ (સ્કાર્ફ કે અન્ય ભપકાદાર એસેસરીઝ ટાળવી).
2. સમયનું પાલન (Reporting Time)
જાહેરાતમાં નોંધણીનો સમય સવારે 9:00 થી 10:00 નો છે. વહેલા પહોંચવું કેમ જરૂરી છે?
- લાઇન અને રજીસ્ટ્રેશન: મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા હોવાથી લાઇનમાં ઊભા રહેવું પડી શકે છે.
- ફોર્મ ભરવું: સ્થળ પર આપેલું અરજી ફોર્મ શાંતિથી અને ભૂલ વગર ભરવા માટે પૂરતો સમય મળશે.
- દસ્તાવેજની ગોઠવણી: છેલ્લી ઘડીએ કોઈ કાગળ ખૂટે નહીં તે માટે 9:00 વાગ્યે હાજર રહેવું સારું રહેશે.
3. ઇન્ટરવ્યુ દરમિયાન વર્તન
- શિસ્ત: શાળાના કેમ્પસમાં શાંતિ જાળવવી અને સ્ટાફ સાથે નમ્રતાપૂર્વક વર્તવું.
- સચોટ જવાબો: પ્રશ્નોના જવાબ આત્મવિશ્વાસ સાથે, ટૂંકા અને મુદ્દાસર આપો. જો કોઈ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય, તો નમ્રતાથી સ્વીકારી લેવું.
- બોડી લેંગ્વેજ: ઇન્ટરવ્યુ રૂમમાં પ્રવેશતી વખતે પરવાનગી લેવી અને બેસતી વખતે યોગ્ય સ્થિતિમાં બેસવું.
આ પણ વાંચો – GSSSB CCE Recruitment 2026
ઇન્ટરવ્યુમાં પૂછાઈ શકે તેવા સંભવિત પ્રશ્નો (Sample Interview Questions)
કેન્દ્રીય વિદ્યાલયના ઇન્ટરવ્યુમાં સામાન્ય રીતે તમારી વિષય નિપુણતાની સાથે સાથે તમારી અભિવ્યક્તિ અને માનસિક સજ્જતાની ચકાસણી કરવામાં આવે છે. અહીં કેટલાક એવા પ્રશ્નો છે જેની તમારે અગાઉથી તૈયારી કરવી જોઈએ જેથી તમે સારી રીતે ઇન્ટરવ્યૂ આપી શકો છો.
1. સામાન્ય પરિચય (General Questions)
- તમારો પરિચય આપો: આ પ્રશ્ન દ્વારા તમારી વાતચીત કરવાની રીત જોવામાં આવે છે. ટૂંકમાં તમારી શૈક્ષણિક લાયકાત અને અનુભવ જણાવો.
- તમે શિક્ષક કેમ બનવા માંગો છો? આના જવાબમાં શિક્ષણ પ્રત્યેનો તમારો લગાવ અને બાળકોના ભવિષ્ય ઘડતરમાં તમારા ફાળા વિશે વાત કરો.
2. વિષય આધારિત જ્ઞાન (Subject Specific)
- તમે જે વિષય (ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વગેરે) માટે અરજી કરી છે, તેના પાયાના સિદ્ધાંતો તૈયાર કરો.
- ડેમો ટીચિંગ: તમને કોઈ પણ એક ટોપિક બોર્ડ પર સમજાવવા માટે કહી શકાય છે. તેથી, એક રસપ્રદ ટોપિક તૈયાર કરીને જવું જોઈએ.
3. KVS અને ટેકનોલોજી સ્પેશિયલ
- KVS વિશે શું જાણો છો? કેન્દ્રીય વિદ્યાલયના ઉદ્દેશ્યો અને તેની શિસ્ત વિશે પ્રાથમિક માહિતી રાખો.
- ડિજિટલ શિક્ષણ: “તમે બાળકોને સ્માર્ટ ક્લાસ કે ઓનલાઈન માધ્યમથી કેવી રીતે વધુ સારી રીતે ભણાવી શકશો?” – આ પ્રશ્ન અત્યારે ખૂબ મહત્વનો છે.
- વર્ગખંડ સંચાલન: જો કોઈ બાળક તોફાન કરતું હોય અથવા ભણવામાં નબળું હોય, તો તમે તેને કેવી રીતે હેન્ડલ કરશો?
શિક્ષણ પદ્ધતિનો ડેમો: 5-10 મિનિટનો ડેમો ક્લાસ (Teaching Demo Tips)
KVS ઇન્ટરવ્યુમાં તમારી જાણકારી ચકાસવા માટે ઇન્ટરવ્યૂ લેનાર તમને બોર્ડ પર 5 થી 10 મિનિટ માટે ભણાવવાનું (Demo Class) કહી શકે છે. આ સમય દરમિયાન નીચેની બાબતો ધ્યાનમાં રાખી તમે પ્રભાવ પાડી શકો છો:
1. એક ટોપિક અગાઉથી તૈયાર રાખો
- તમારા વિષયનો કોઈ પણ એક એવો ટોપિક પસંદ કરો જેમાં તમારી પકડ મજબૂત હોય.
- તે ટોપિકને એવી રીતે તૈયાર કરો કે તમે તેને 5-7 મિનિટમાં સરળતાથી સમજાવી શકો.
- PRT માટે કવિતા કે વાર્તા, અને TGT/PGT માટે કોઈ મુખ્ય સિદ્ધાંત કે ફોર્મ્યુલા તૈયાર રાખવી જોઈએ.
2. બોર્ડ વર્ક (Blackboard Work) કરવાની સાચી રીત
- એન્ટ્રી: બોર્ડ પર સૌથી પહેલા ડાબી બાજુ તારીખ અને જમણી બાજુ વિષય તથા ટોપિકનું નામ સુંદર અક્ષરે લખો.
- ઉભા રહેવાની રીત: બોર્ડ પર લખતી વખતે ક્યારેય બાળકો (ઇન્ટરવ્યૂ લેનાર) તરફ સંપૂર્ણ પીઠ ન ફેરવો. 45-ડિગ્રીના ખૂણે ઉભા રહીને લખો જેથી તમે વર્ગ પર નજર રાખી શકો.
- ડાયાગ્રામ: જો જરૂર હોય તો આકૃતિ કે ચાર્ટનો ઉપયોગ કરો. તેનાથી તમારી શિક્ષણ પદ્ધતિ આકર્ષક લાગે છે.
- સ્વચ્છતા: જ્યારે તમારો ડેમો પૂરો થાય, ત્યારે બોર્ડને ડસ્ટરથી સાફ કરીને જ પોતાની સીટ પર પાછા ફરી શકો છો.
3. આત્મવિશ્વાસ અને પ્રશ્નોત્તરી
- ભણાવતી વખતે ઇન્ટરવ્યુઅર સાથે આઈ-કોન્ટેક્ટ (Eye Contact) જાળવો.
- એવું માનીને ભણાવો કે તમારી સામે નાના બાળકો બેઠા છે. વચ્ચે-વચ્ચે પ્રશ્નો પૂછતા રહો જેથી વાતાવરણ જીવંત લાગે.
ફરજ / બજાવવાની કામગીરી (Job Duties)
કેન્દ્રીય વિદ્યાલયમાં પસંદગી પામેલા ઉમેદવારોએ તેમના પદ પ્રમાણે તેમને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવે છે. પસંદગી પામેલ ઉમેદવાર તે પ્રમાણેનું કામ કરવું તેની ફરજ માં આવે છે
- નક્કી કરેલ અભ્યાસક્રમ અનુસાર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું.
- વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું.
- શાળા દ્વારા યોજાતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા.
- વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવું અને તેના રિપોર્ટ તૈયાર કરવા.
- શાળા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી અન્ય ફરજો બજાવવી.
જરૂરી દસ્તાવેજ (Required Documents)
વોક-ઇન ઇન્ટરવ્યુમાં જતા પહેલા નીચેના દસ્તાવેજોની ઓરીજનલ નકલ અને સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલો સાથે રાખવી જરૂરી છે. ઉમેદવારોએ તેમના બાયોડેટા, તમામ શૈક્ષણિક અને અનુભવ પ્રમાણપત્રોની ઓરીજનલ નકલો અને સ્વ-પ્રમાણિત ફોટોકોપીઓ સાથે હાજર રહેવું આવશ્યક છે.
- સી.વિ / રીઝયુમ (CV/Resume) – અપડેટેડ નકલ
- આધારકાર્ડ (ઓળખ અને સરનામાના પુરાવા માટે)
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો
- શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને પ્રમાણપત્રો (10મી, 12મી, ડિગ્રી, માસ્ટર ડિગ્રી, B.Ed, વગેરે)
- અનુભવ પ્રમાણપત્રો (જો હોય તો) – અગાઉના એમ્પ્લોયરો પાસેથી મેળવેલું
- કાઉન્સેલર માટે મનોવિજ્ઞાન/સામાજિક કાર્યની ડિગ્રી
- નર્સ માટે નર્સિંગ કાઉન્સિલમાં નોંધણીનું પ્રમાણપત્ર
અરજી પ્રક્રિયા (How to Apply)
પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 (ઇચ્છાનાથ), સુરત ભરતી 2026 માટે ઉમેદવારો બે રીતે અરજી કરી શકે છે:
પદ્ધતિ 1: વોક-ઇન ઇન્ટરવ્યુ (Walk-in Interview)
- નક્કી કરેલ તારીખે 16 માર્ચ, 2026 ના રોજ ઇન્ટરવ્યુ સ્થળ પર પહોંચો.
- ઇન્ટરવ્યુનો સમય સવારે 10:00 વાગ્યાથી શરૂ થશે, પરંતુ નોંધણી સવારે 9:00 થી 10:00 વાગ્યા વચ્ચે ફરજિયાત છે.
- ઇન્ટરવ્યુ સ્થળ: PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 (ઇચ્છાનાથ), સુરત.
- તમારા બધા જરૂરી દસ્તાવેજો (CV, ફોટો, પ્રમાણપત્રોની ઓરીજનલ અને સ્વ-પ્રમાણિત નકલ) સાથે લઈ જાઓ.
પદ્ધતિ 2: ઇમેઇલ દ્વારા અરજી (Email Application)
- જો તમે વોક-ઇન ઇન્ટરવ્યુમાં આવી ન શકતા હોવ, તો તમે તમારો CV અને દસ્તાવેજો નીચેના ઇમેઇલ સરનામે મોકલી શકો છો.
- ઇમેઇલ ID: principal.kv1surat@gmail.com
| પદ્ધતિ | ક્રિયા | વિગતો / સૂચનાઓ |
|---|---|---|
| વોક-ઇન ઇન્ટરવ્યુ | સીધા ઇન્ટરવ્યુમાં ભાગ લો | તારીખ: 16 માર્ચ 2026, નોંધણી: 9:00 AM-10:00 AM, સ્થળ: KV 1 ઇચ્છાનાથ, સુરત |
| ઇમેઇલ દ્વારા | CV અને દસ્તાવેજો મોકલો | ઇમેઇલ ID: principal.kv1surat@gmail.com |
અરજી ફોર્મ ભરતી વખતે રાખવાની ખાસ સાવચેતી (Common Mistakes to Avoid)
ઘણીવાર નાની ભૂલોને કારણે લાયક ઉમેદવારોનું ફોર્મ રદ થઈ શકે છે અથવા ઇન્ટરવ્યુ સમયે મુશ્કેલી ઊભી થાય છે. તેથી, નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું:
- ફોટો અને સહી: અરજી ફોર્મમાં તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો યોગ્ય જગ્યાએ ચોંટાડવો અને ફોર્મમાં જ્યાં જરૂર હોય ત્યાં તમારી સહી (Signature) કરવાનું ભૂલશો નહીં.
- દસ્તાવેજોનો ક્રમ: બધા જ સ્વ-પ્રમાણિત (Self-Attested) દસ્તાવેજોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવો (જેમ કે: બાયોડેટા, 10મું, 12મું, ગ્રેજ્યુએશન, B.Ed, CTET, અનુભવનું પ્રમાણપત્ર). આનાથી દસ્તાવેજ ચકાસણી સમયે તમારો અને સ્ટાફનો સમય બચશે.
- એકથી વધુ પોસ્ટ માટે અરજી: જો તમે એક કરતા વધુ પદ (દા.ત. PGT અને TGT બંને) માટે લાયકાત ધરાવતા હોવ અને અરજી કરવા માંગતા હોવ, તો દરેક પોસ્ટ માટે અલગ-અલગ અરજી ફોર્મ અને દસ્તાવેજોના અલગ સેટ તૈયાર રાખવા.
- સંપર્ક વિગતો: ફોર્મમાં તમારો ચાલુ મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી જ લખવો, જેથી ભવિષ્યમાં શાળા દ્વારા કોઈ પણ સંપર્ક સરળતાથી કરી શકાય છે.
- અધૂરી માહિતી: ફોર્મમાં કોઈ પણ ખાનું ખાલી ન છોડવું. જો કોઈ વિગત તમને લાગુ ન પડતી હોય તો ત્યાં ‘N/A’ લખી શકાય છે.
ઇન્ટરવ્યુનું સ્થળ અને સરનામું (Interview Venue Details)
પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1, સુરત દ્વારા આ વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ નીચે આપેલ સરનામે નિયત સમયે હાજર રહેવાનું રહેશે.
| વિગત | માહિતી |
| શાળાનું નામ | પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 (ઇચ્છાનાથ), સુરત |
| ચોક્કસ સરનામું | સુરત – ડુમસ રોડ, SVNIT ની સામે, નીલમ સોસાયટી, અઠવા, સુરત, ગુજરાત – 395007 |
| સંપર્ક નંબર | 0261-2960082 / 0261-256000 |
| નકશા પર લોકેશન | Google Maps પર લોકેશન જોવા અહીં ક્લિક કરો |
સ્થળ શોધવા માટે મદદ: આ શાળા સુરતના પ્રખ્યાત SVNIT કેમ્પસની બિલકુલ સામે આવેલી છે, જે ડુમસ રોડ પર સ્થિત છે. તમે નીચે આપેલા મેપ દ્વારા સરળતાથી પહોંચી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ ભરતી પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 (ઇચ્છાનાથ), સુરત દ્વારા જાહેર કરવામાં આવી છે.
જવાબ: આ ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યુ 16 માર્ચ, 2026 ના રોજ યોજાશે.
જવાબ: ઉમેદવારોને સવારે 9:00 થી 10:00 વાગ્યા વચ્ચે નોંધણી કરાવવી ફરજિયાત છે.
જવાબ: આ ભરતીમાં PGT, TGT, PRT, કોમ્પ્યુટર પ્રશિક્ષક, કાઉન્સેલર, નર્સ અને અન્ય કોચ પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
જવાબ: પસંદ થયેલા ઉમેદવારોને પગાર કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના નિયમો મુજબ પદ પ્રમાણે આપવામાં આવશે.
જવાબ: આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી લેવામાં આવતી નથી.
જવાબ: ઉમેદવારોની પસંદગી દસ્તાવેજ ચકાસણી અને વ્યક્તિગત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
જવાબ: ઉમેદવારો વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે અથવા પોતાનો CV ઇમેઇલ દ્વારા મોકલી શકે છે.
મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)
| વિગત | સીધી લિંક |
|---|---|
| શાળાની સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
| સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
| ઇમેઇલ સરનામું | principal.kv1surat@gmail.com |
| ટેલિફોન નંબર | 0261-256000 |
નિષ્કર્ષ (Conclusion)
પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1, સુરતની આ ભરતી શિક્ષક અને સ્ટાફની જગ્યાઓ માટે સારો મોકો છે. 16 માર્ચ, 2026 ના રોજ વોક-ઇન ઇન્ટરવ્યુ યોજાશે. લાયક ઉમેદવારોએ સમયસર નોંધણી કરાવી, જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું જોઈએ. વધુ માહિતી માટે શાળાની વેબસાઇટ મુલાકાત લો.આશા છે કે આ લેખ દ્વારા તમને આ ભરતી વિષે ની માહિતી મળી હશે.
અસ્વીકરણ (Disclaimer)
આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. ભરતી સંબંધિત તમામ વિગતો સત્તાવાર જાહેરાત આધારિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન અને વેબસાઇટ પરની માહિતી ચોક્કસ તપાસી લેવી. માહિતીમાં ફેરફાર થઈ શકે છે, તેથી અંતિમ જવાબદારી ઉમેદવારની રહેશે.

તેમણે 2019 માં Nirma University, Ahmedabad માંથી MBA (Human Resource Management) પૂર્ણ કર્યું છે અને તેમને સરકારી વિષયો પર લખવાનો વિશેષ રસ છે. તેમણે અત્યાર સુધીમાં 500 થી વધુ લેખ લખ્યા છે. MahitiRecruitment.com દ્વારા તેઓ સરકારી નોકરી અને યોજનાઓની સાચી અને સરળ માહિતી ઓફિશિયલ સોર્સ પરથી ચકાસીને વાચકો સુધી પહોંચાડે છે.