GPSC Engineering Service Recruitment 2026: ગુજરાત સરકારના વિભાગો જેવા કે નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને માર્ગ-મકાન વિભાગમાં ક્લાસ-1 અને ક્લાસ-2 ના અધિકારી બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા એન્જિનિયરિંગ સેવા માટે 103 જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે.
આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો સરળ ભાષામાં મળશે, જેમાં પોસ્ટનું નામ, જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા, લેખિત પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે કરવી, અરજી સ્ટેપ્સ, સત્તાવાર જાહેરાત અને ઓનલાઈન અરજી ફોર્મની સીધી લિંક્સનો સમાવેશ થાય છે.
GPSC Engineering Service Recruitment 2026 | GPSC એન્જિનિયરિંગ સેવા ભરતી 2026
| માહિતી | વિગત |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
| પોસ્ટનું નામ | વિવિધ |
| ખાલી જગ્યાઓ | 103 |
| નોકરીનો પ્રકાર | કાયમી |
| અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઇન |
| સત્તાવાર વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
જરૂરી તારીખો (Important Dates)
GPSC એ આ વખતે ભરતી પ્રક્રિયાને ખૂબ જ ઝડપી બનાવી છે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 1 એપ્રિલ 2026 થી થઈ ચૂકી છે અને તેની અંતિમ તારીખ 15 એપ્રિલ 2026 છે. આ ઉપરાંત, પ્રિલિમ અને મેન્સ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે, જે ઉમેદવારોને તેમનું રીવીઝન પ્લાન કરવામાં મદદરૂપ થશે.
| કાર્યક્રમ / ઘટના | તારીખ અને સમય |
|---|---|
| સત્તાવાર નોટિફિકેશન પ્રસિદ્ધ થયાની તારીખ | 1 એપ્રિલ 2026 |
| ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ | 1 એપ્રિલ 2026 (બપોરે 1:00 થી) |
| ફોર્મ ભરવાની અને ફી જમા કરવાની છેલ્લી તારીખ | 15 એપ્રિલ 2026 (રાત્રે 11:59 સુધી) |
| પરીક્ષા માટેની સંમતિ (Consent) આપવાની વિન્ડો | 1 થી 16 એપ્રિલ 2026 |
| પ્રિલિમિનરી પરીક્ષા (હેતુલક્ષી) ની તારીખ | 10 મે 2026 |
| મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) ની સંભવિત તારીખ | 19 થી 22 જુલાઈ 2026 |
| ઇન્ટરવ્યુ (મૌખિક કસોટી) નો સંભવિત સમય | સપ્ટેમ્બર – ઓક્ટોબર 2026 |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ (Post Name & Vacancies)
આ ભરતી અંતર્ગત બે મુખ્ય કેડર (વર્ગ) માં નિમણૂક આપવામાં આવશે જેમાં ‘એક્ઝિક્યુટિવ એન્જિનિયર’ જે ક્લાસ-1 (રાજપત્રિત) અને ‘ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર’ જે ક્લાસ-2 નો સમાવેશ થાય છે.
GPSC ના અધિકૃત જાહેરનામામાં જણાવ્યા મુજબ, કુલ 103 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. અહીં કામ કરવાથી તમને ટેકનિકલ જ્ઞાનની સાથે વહીવટી સત્તા પણ મળે છે. વિભાગો મુજબ ખાલી જગ્યાઓની વહેંચણી તમે નીચે મુજબ જોઈ શકો છો.
| ક્રમ | પોસ્ટનું નામ | વિભાગનું નામ | જગ્યાઓ |
|---|---|---|---|
| 1 | એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) – વર્ગ 1 | નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા | 15 |
| 2 | ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર – વર્ગ 2 | નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા | 60 |
| 3 | એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) – વર્ગ 1 | માર્ગ અને મકાન વિભાગ | 10 |
| 4 | ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર – વર્ગ 2 | માર્ગ અને મકાન વિભાગ | 18 |
| કુલ | તમામ પોસ્ટ્સ | કુલ જગ્યાઓ | 103 |
પગાર ધોરણ (Salary Details)
સાતમા પગાર પંચ (7th Pay Commission) ના અમલીકરણ બાદ અધિકારીઓને ખૂબ જ સારો પગાર મળે છે. આ પગારમાં મૂળ પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું અને અન્ય મેડિકલ એલાઉન્સનો પણ સમાવેશ થાય છે. પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતથી જ ગેઝેટેડ ઓફિસરનો દરજ્જો અને તે મુજબની સુવિધાઓ પ્રાપ્ત થાય છે.
| પોસ્ટ વર્ગ | પગાર સ્તર (Pay Level) | પગાર ધોરણ (Pay Scale) |
|---|---|---|
| વર્ગ-1 (Class-1) | લેવલ – 11 | રૂ. 67,700 – રૂ. 2,08,700 |
| વર્ગ-2 (Class-2) | લેવલ – 8 | રૂ. 53,100 – રૂ. 1,67,800 |
આ પણ વાંચો – IDBI Bank JAM Exam Preparation Guide in Gujarati
વય મર્યાદા (Age Limit)
GPSC એ ઉમેદવારોની લઘુત્તમ વય 20 વર્ષ નક્કી કરી છે, જ્યારે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. વયની ગણતરી 15 એપ્રિલ 2026 ના રોજ કરવામાં આવશે. જે ઉમેદવારો અનામત શ્રેણીમાં આવે છે તેમને સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં નોંધપાત્ર છૂટછાટ મળે છે. આ છૂટછાટનો લાભ લેવા માટે તમારી પાસે માન્ય જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
| કેટેગરી (શ્રેણી) | છૂટછાટ (વર્ષમાં) | મહત્તમ વય મર્યાદા |
|---|---|---|
| સામાન્ય શ્રેણી (પુરુષ) | 0 વર્ષ | 35 વર્ષ |
| સામાન્ય શ્રેણી (મહિલા) | 5 વર્ષ | 40 વર્ષ |
| SC / ST / SEBC / EWS (પુરુષ – ગુજરાત) | 5 વર્ષ | 40 વર્ષ |
| SC / ST / SEBC / EWS (મહિલા – ગુજરાત) | 10 વર્ષ | 45 વર્ષ |
| શારીરિક અશક્ત ઉમેદવારો (દિવ્યાંગ) | 10 વર્ષ | 45 વર્ષ |
| માજી સૈનિક (Ex-Serviceman) | સેવાનો સમય + 3 વર્ષ | નિયમ મુજબ |
આ પણ વાંચો – CSIR CSMCRI Recruitment Gujarat 2026
અરજી ફી (Application Fee)
Gujarat Public Service Commissionની ઓફિશ્યિલ નોટિફિકેશન મુજબ, અરજી પ્રક્રિયા પુરી કરવા માટે ફી ચૂકવવી ફરજીયાત છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે નજીવી ફી રાખવામાં આવી છે, જ્યારે સામાજિક રીતે પછાત અને અનામત વર્ગના ઉમેદવારોને ફીમાંથી રાહત આપવામાં આવી છે. ફી ઓનલાઈન માધ્યમથી અથવા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ભરી શકાય છે.
| શ્રેણી (Category) | ફી ની રકમ | ચુકવણીનો પ્રકાર |
|---|---|---|
| સામાન્ય (General) | રૂ. 100 + ચાર્જીસ | ઓનલાઈન / પોસ્ટ ઓફિસ |
| EWS / SEBC / SC / ST | કોઈ ફી નથી | લાગુ પડતું નથી |
| મહિલાઓ (તમામ શ્રેણી) | કોઈ ફી નથી | લાગુ પડતું નથી |
| દિવ્યાંગ / માજી સૈનિક | કોઈ ફી નથી | લાગુ પડતું નથી |
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી જાહેરાતમાં જણાવ્યા મુજબ, ઉમેદવારે ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી (સિવિલ) માં સ્નાતક (Bachelor’s Degree) કરેલું હોવું જોઈએ.
જે વિદ્યાર્થીઓ હાલમાં ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરમાં છે, તેઓ પ્રિલિમ પરીક્ષા આપી શકે છે, પરંતુ જો તેઓ પાસ થાય તો મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરતી વખતે તેમણે ડિગ્રી પૂર્ણ કર્યાની માર્કશીટ રજૂ કરવી ફરજિયાત છે. આ ઉપરાંત ગુજરાતી અને હિન્દી ભાષાનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
| લાયકાતનો પ્રકાર | વિગતો |
|---|---|
| મુખ્ય ડિગ્રી | B.E. / B.Tech in Civil Engineering |
| માન્યતા | AICTE અથવા UGC માન્યતા પ્રાપ્ત સંસ્થા |
| વધારાની લાયકાત | કોમ્પ્યુટરના પાયાના જ્ઞાનનું પ્રમાણપત્ર (CCC/CCC+) |
| ભાષાકીય જ્ઞાન | ગુજરાતી અને હિન્દી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડવી જોઈએ |
| છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ | શરતી મંજૂરી (મુખ્ય પરીક્ષા સુધીમાં ડિગ્રી હોવી જોઈએ) |
આ પણ વાંચો – RRB ALP Recruitment 2026
પસંદગી પ્રક્રિયા (Selection Process)
GPSC દ્વારા આ ભરતી માટે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા રાખવામાં આવી છે. આ પ્રક્રિયા ઉમેદવારની બૌદ્ધિક ક્ષમતા, ટેકનિકલ જ્ઞાન અને વ્યક્તિત્વનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરે છે.
- પ્રારંભિક પરીક્ષા (Prelims): આ પ્રથમ તબક્કો છે. તે હેતુલક્ષી (MCQ) પ્રકારની હોય છે. આ પરીક્ષા દ્વારા લાયક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આના ગુણ ફાઈનલ મેરિટમાં ગણાશે નહિ.
- મુખ્ય પરીક્ષા (Mains): પ્રિલિમમાં પાસ થયેલા ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા લેખિત (વર્ણનાત્મક) પ્રકારની હોય છે. આમાં સંસ્થા દ્વારા તમારું ટેકનિકલ જ્ઞાન ચકાસવામાં આવે છે.
- ઇન્ટરવ્યુ (Personality Test): મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. અહીં તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને વ્યક્તિત્વની ચકાસણી થાય છે.
| તબક્કો | પ્રકાર | કુલ ગુણ | મહત્વ |
|---|---|---|---|
| પ્રિલિમ પરીક્ષા | MCQ (ઓનલાઈન/ઓફલાઈન) | 500 | ક્વોલિફાઈંગ રાઉન્ડ |
| મુખ્ય પરીક્ષા | લેખિત (વર્ણનાત્મક) | 800 | ફાઈનલ મેરિટ માટે મહત્વનું |
| ઇન્ટરવ્યુ | મૌખિક | 100 | ફાઈનલ મેરિટ માટે મહત્વનું |
| કુલ ગુણ | 900 | (મુખ્ય + ઇન્ટરવ્યુ) |
જરૂરી દસ્તાવેજો (Required Documents)
અરજી કરતી વખતે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) સમયે તમારી પાસે અસલ દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. જો કોઈ પણ દસ્તાવેજ ખોટો જણાશે, તો તમારી ઉમેદવારી તાત્કાલિક રદ થઈ શકે છે. અહીં અમે તમારા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ આપ્યું છે જે મુજબ તમે તમારા ડોક્યુમેન્ટ ગોઠવી શકો છો.
| દસ્તાવેજનું નામ | ઉપયોગ / મહત્વ |
|---|---|
| સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) | જન્મતારીખના પુરાવા માટે |
| 10મું અને 12મું માર્કશીટ | શૈક્ષણિક બેકગ્રાઉન્ડ માટે |
| સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રી માર્કશીટ | તમામ સેમેસ્ટરની માર્કશીટ |
| જાતિનું પ્રમાણપત્ર (Caste Certificate) | અનામતનો લાભ લેવા માટે |
| નોન-ક્રિમિલીયર સર્ટિફિકેટ (NCL) | SEBC ઉમેદવારો માટે |
| EWS પ્રમાણપત્ર | આર્થિક પછાત વર્ગ માટે |
| ફોટો અને સહી (Signature) | તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો |
| ઓળખપત્ર | આધાર કાર્ડ / પાન કાર્ડ / વોટર આઈડી |
આ પણ વાંચો – PM Shri KV Surat Recruitment 2026
ફરજ અને બજાવવાની કામગીરી (Job Profile & Responsibilities)
એકવાર તમે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસમાં પસંદગી પામો છો, ત્યારે તમારી જવાબદારીઓ ખૂબ વધી જાય છે. તમે માત્ર એક એન્જિનિયર જ નહીં, પણ એક વહીવટકર્તા (Administrator) તરીકે પણ કામ કરો છો. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમારે કયા પ્રકારના કામો કરવાના રહેશે તે નીચે મુજબ જોઈ શકો છો.
- પ્રોજેક્ટ મેનેજમેન્ટ: સરકારી યોજનાઓ જેમ કે રસ્તા, પુલ કે ડેમના બાંધકામનું આયોજન કરવું.
- સાઈટ સુપરવિઝન: બાંધકામની ગુણવત્તામાં કોઈ ખામી ન રહી જાય તેનું ધ્યાન રાખવું.
- ટેન્ડરિંગ પ્રક્રિયા: નવા પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવા અને યોગ્ય કોન્ટ્રાક્ટરની પસંદગી કરવી.
- બજેટ પ્લાનિંગ: આપેલા પ્રોજેક્ટને નક્કી કરેલ ખર્ચમાં પૂરો કરવો.
- ફિલ્ડ વિઝિટ: ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કરવી.
| ક્ષેત્ર | મુખ્ય જવાબદારી |
|---|---|
| બાંધકામ (Construction) | ગુણવત્તા અને સલામતીની ખાતરી |
| મેન્ટેનન્સ (Maintenance) | જુના પુલ અને રસ્તાઓની મરામત |
| વહીવટી (Admin) | ફાઈલોનો નિકાલ અને રિપોર્ટિંગ |
| ડિઝાઈનીંગ (Designing) | નવા નકશા અને સ્ટ્રક્ચર મંજૂર કરવા |
કરિયરના ફાયદા અને પ્રમોશન (Career Growth)
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ભવિષ્યમાં તમને કઈ પોસ્ટ પર પ્રમોશન મળી શકે છે તથા કયા કયા ફાયદાઓ મળી શકે છે તેની માહિતી નીચે મુજબ છે.
- જો તમે વર્ગ-2 (Deputy Executive Engineer) તરીકે જોડાઓ છો, તો તમારા કામના અનુભવ અને ખાલી જગ્યાઓના આધારે તમે આગામી 8 થી 10 વર્ષમાં વર્ગ-1 (Executive Engineer) તરીકે પ્રમોશન મેળવી શકો છો.
- ત્યારબાદ તમારી કારકિર્દી સુપર ક્લાસ-1 એટલે કે સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર (SE) અને છેક ચીફ એન્જિનિયર (CE) સુધી પહોંચી શકે છે. આ હોદ્દાઓ સાથે મળતી સત્તા અને સામાજિક પ્રતિષ્ઠા ખુબ વધારે હોય છે.
પરીક્ષા પેટર્ન (Detailed Exam Pattern)
GPSC એન્જિનિયરિંગ સર્વિસની પરીક્ષા પેટર્ન થોડી અલગ અને લાંબી છે. અહીં તમારે પ્રિલિમમાં જનરલ સ્ટડીઝની સાથે ટેકનિકલ વિષયોનું પણ સંતુલન રાખવું પડે છે. આ પરીક્ષાઓમાં કયા વિષયો પૂછવામાં આવશે તેની માહિતી નીચે મુજબ છે.
A. પ્રિલિમ પરીક્ષા પેટર્ન
પ્રિલિમ પરીક્ષામાં બે પેપર હોય છે. પ્રથમ પેપર સામાન્ય જ્ઞાન અને એન્જિનિયરિંગ યોગ્યતાનું છે, જ્યારે બીજું પેપર સંપૂર્ણપણે સિવિલ એન્જિનિયરિંગનું છે.
| પેપર | વિષય | ગુણ | સમય |
|---|---|---|---|
| પેપર-1 | જનરલ સ્ટડીઝ (100) + એપ્ટિટ્યુડ (100) | 200 | 120 મિનિટ |
| પેપર-2 | સિવિલ એન્જિનિયરિંગ | 300 | 180 મિનિટ |
B. મુખ્ય પરીક્ષા પેટર્ન
મુખ્ય પરીક્ષામાં ભાષાના પેપર (ગુજરાતી અને અંગ્રેજી) ખૂબ મહત્વના છે, કારણ કે એન્જિનિયરો અવારનવાર ટેકનિકલમાં સારા હોય છે પણ ભાષામાં માર્ક ગુમાવે છે.
| પેપર | વિષય | ગુણ | સમય |
|---|---|---|---|
| પેપર-1 | ગુજરાતી ભાષા (વર્ણનાત્મક) | 100 | 2 કલાક |
| પેપર-2 | અંગ્રેજી ભાષા (વર્ણનાત્મક) | 100 | 2 કલાક |
| પેપર-3 | સિવિલ એન્જિનિયરિંગ – 1 | 200 | 3 કલાક |
| પેપર-4 | સિવિલ એન્જિનિયરિંગ – 2 | 200 | 3 કલાક |
| પેપર-5 | સિવિલ એન્જિનિયરિંગ – 3 | 200 | 3 કલાક |
અભ્યાસક્રમ (Syllabus Details)
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષાઓ માટે અભ્યાસક્રમ ઘણો વિશાળ રાખવામાં આવ્યો છે, પરંતુ જો તમે તેને ટુકડાઓમાં વહેંચી દો તો તૈયારી સરળ બની જાય છે. અભ્યાસક્રમી માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.
- સામાન્ય અભ્યાસ: ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ, અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા કરંટ અફેર્સ.
- સિવિલ એન્જિનિયરિંગ વિષયો:
- Building Materials and Construction
- Structural Analysis (SA)
- Design of Steel & Concrete Structures
- Geotechnical Engineering (Soil Mechanics)
- Fluid Mechanics & Hydraulics
- Surveying and Transportation Engineering
- Environmental Engineering
અગાઉના વર્ષનું કટ-ઓફ વિશ્લેષણ (Previous Year Cut-off Analysis)
GPSC સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્કસની જરૂર પડે છે તે જાણવું દરેક ઉમેદવાર માટે જરૂરી છે. નીચે આપેલા ટેબલમાં અગાઉની ભરતીઓના અંદાજિત કટ-ઓફ માર્કસ (પ્રિલિમ પરીક્ષા – 500 માંથી) દર્શાવ્યા છે, જેનાથી તમે તમારી તૈયારીનો લક્ષ્યાંક નક્કી કરી શકશો.
| શ્રેણી (Category) | અંદાજિત કટ-ઓફ (500 માંથી) |
| સામાન્ય શ્રેણી (General Male) | 165 – 180 |
| સામાન્ય શ્રેણી (General Female) | 135 – 150 |
| EWS / SEBC (Male) | 155 – 175 |
| SC / ST (Male) | 130 – 155 |
નોંધ: ઉપર દર્શાવેલ કટ-ઓફ માત્ર પાછલા વર્ષોના પેપરના વિશ્લેષણ પર આધારિત છે. 2026 નું સત્તાવાર કટ-ઓફ પરીક્ષાના કઠિનતા સ્તર પર આધાર રાખશે.
તૈયારી માટે પુસ્તકોની યાદી (Best Books for Preparation)
મિત્રો, મેં મારા અનુભવના આધારે અહીં કેટલાક શ્રેષ્ઠ પુસ્તકોની યાદી આપી છે જેને તમે પરીક્ષાની તૈયારી માટે ઉપયોગમાં લઇ શકો છો.
- ટેકનિકલ (સિવિલ એન્જિનિયરિંગ):
- પ્રતીક શિવાણી (Pratik Shivani): GPSC માટેના કન્સેપ્ટ સમજવા માટે શ્રેષ્ઠ.
- Khurmi & Gupta: MCQ પ્રેક્ટિસ માટે પાયાનું પુસ્તક.
- IES Master / Made Easy: ગેટ (GATE) લેવલના પ્રશ્નો અને વિસ્તરપૂર્વક જ્ઞાન માટે.
- સામાન્ય અભ્યાસ (GS):
- યુવા ઉપનિષદ / વર્લ્ડ ઇનબોક્સ: ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસા માટે.
- લિબર્ટી (Liberty): ભારતનું બંધારણ અને પંચાયતી રાજ માટે.
- કરંટ અફેર્સ: ‘આઈસ મેજિક’ (ICE Magic) અથવા દરરોજ ન્યુઝ પેપરનું વાંચન.
પરીક્ષાની તૈયારી માટેની ખાસ ટિપ્સ (Expert Preparation Tips)
હું છેલ્લા 6 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું, અને મારા અનુભવ મુજબ અહીં કેટલીક ટિપ્સ આપી છે જે તમને પરીક્ષામાં પાસ થવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
પ્રારંભિક પરીક્ષા (Prelims) માટે:
- બેઝિક્સ ક્લિયર કરો: આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે, પાયો મજબૂત હશે તો જ મકાન સારું બનશે, એટલે આ પરીક્ષામાં પાસ થવા માટે સિવિલ એન્જિનિયરિંગના મૂળભૂત સૂત્રો અને કન્સેપ્ટ પાકા કરો.
- કરંટ અફેર્સ: છેલ્લા 6 મહિનાના મહત્વના બનાવો વાંચો, ખાસ કરીને ગુજરાત સરકારની યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી જાણી લેવી જોઈએ.
- મોક ટેસ્ટ: અઠવાડિયે એક મોક ટેસ્ટ ચોક્કસ આપો અને આ ટેસ્ટમાં જે પણ ભૂલ થાય છે તેને સુધારતા રહો.
મુખ્ય પરીક્ષા (Mains) માટે:
- લેખન શૈલી: તમારી હેન્ડરાઈટીંગ સુધારો અને મુદ્દાસર જવાબ લખવાની ટેવ પાડો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો જ વધુ ફાયદો થશે.
- આકૃતિઓ (Diagrams): સિવિલ એન્જિનિયરિંગના જવાબોમાં સ્વચ્છ આકૃતિઓ દોરવાથી વધુ માર્ક મળે છે, તો આ બાબતે પણ જરૂર ધ્યાન આપો.
- ભાષાના પેપર: ગુજરાતીમાં નિબંધ અને અહેવાલ લખવાની પ્રેક્ટિસ અરીસા સામે ઊભા રહીને મનમાં કરો અથવા લખીને કરો.
ઇન્ટરવ્યુ (Interview) માટે:
- વ્યક્તિત્વ: નમ્ર બનો પણ આત્મવિશ્વાસ સાથે જવાબ આપો.
- પ્રેક્ટિકલ જ્ઞાન: તમે વાંચેલા વિષયોનો વાસ્તવિક દુનિયામાં કેવી રીતે ઉપયોગ કરશો તે વિચારો.
અરજી કરવાની પ્રક્રિયા (Step-by-Step Guide to Apply)
Gujarat Public Service Commissionની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં અરજી પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ કરવાની રહેશે. અહીં અમે તમામ સ્ટેપ્સ આપ્યા છે જેને ફોલો કરીને તમે પોતાની અરજી જમા કરી શકો છો.
- GPSC ની સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in પર જાઓ.
- ‘Online Application’ સેક્શનમાં જઈને ‘Apply’ પર ક્લિક કરો.
- તમારી જાહેરાત (01/2026-27) પસંદ કરો.
- ‘New Registration’ કરી વન-ટાઇમ રજીસ્ટ્રેશન આઈડી મેળવો.
- તમારી તમામ માહિતી જેવી કે નામ, સરનામું, લાયકાત ભરો.
- ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ફોર્મ ‘Confirm’ કરો. એકવાર કન્ફર્મ થયા પછી ફેરફાર થશે નહિ તેથી જરૂર ધ્યાન આપો.
- અંતે ફી ભરીને રિસીપ્ટ અને એપ્લિકેશન ફોર્મ સાચવી રાખો.
પરીક્ષા કેન્દ્ર અને સંમતિ ફોર્મની પ્રક્રિયા (Exam Center & Consent Form)
GPSC એ હવે એક નવો નિયમ અમલમાં મૂક્યો છે કે ફોર્મ ભર્યા પછી ઉમેદવારે પરીક્ષા આપવા માટેની ‘સંમતિ’ (Consent) આપવી પડે છે. જો તમે સંમતિ ફોર્મ નહીં ભરો, તો તમે પ્રિલિમ પરીક્ષા આપી શકશો નહીં.
- સંમતિ કઈ રીતે આપવી?: GPSC ની વેબસાઈટ પર લોગીન કરીને નિર્ધારિત તારીખો (સામાન્ય રીતે 1 થી 16 એપ્રિલ) વચ્ચે ઓનલાઈન સંમતિ આપવાની રહેશે.
- પરીક્ષા કેન્દ્રો: સામાન્ય રીતે આ પરીક્ષા મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં લેવામાં આવે છે. ઉમેદવારોની સંખ્યા વધુ હોય તો રાજકોટ કે વડોદરા કેન્દ્ર ફાળવવામાં આવી શકે છે.
નિષ્ણાતની સલાહ (Expert Advice)
મેં છેલ્લા 6-8 વર્ષના પેપર્સનું એનાલિસિસ કર્યું છે, જેમાં જોવા મળ્યું છે કે ટેકનિકલ સેક્શનમાં Structural Analysis, Soil Mechanics (Geotechnical Engineering) અને Environmental Engineering માંથી સૌથી વધુ ભારાંક (Weightage) ધરાવતા પ્રશ્નો પુછાય છે. આ વિષયોને વધુ મજબૂત બનાવો. સાથે જ, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપરને હળવાશથી ન લો, કારણ કે મેરિટમાં સ્થાન મેળવવા માટે ભાષાના માર્ક્સ ગેમ-ચેન્જર સાબિત થાય છે.
GPSC Engineering Service Recruitment 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
A. આ ભરતી હેઠળ વર્ગ-1 અને વર્ગ-2 ની કુલ 103 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
A. ઉમેદવારો 15 એપ્રિલ 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) GPSC ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
A. ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ (B.E./B.Tech) ની સ્નાતક ડિગ્રી હોવી ફરજીયાત છે.
A. હા, ફાઈનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા આપી શકે છે, પરંતુ મુખ્ય પરીક્ષા સમયે તેમણે પાસ થયાનો પુરાવો આપવો પડશે.
A. પસંદગી પ્રક્રિયામાં કુલ ત્રણ તબક્કા હોય છે: પ્રિલિમિનરી પરીક્ષા (MCQ), મુખ્ય પરીક્ષા (લેખિત) અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ.
A. અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેમાં અનામત વર્ગને નિયમ મુજબ છૂટછાટ મળે છે.
A. પ્રિલિમ પરીક્ષા 10 મે 2026 ના રોજ અને મુખ્ય પરીક્ષા 19 થી 22 જુલાઈ 2026 દરમિયાન લેવાનું આયોજન છે.
A. વર્ગ-1 માટે રૂ. 67,700 થી 2,08,700 અને વર્ગ-2 માટે રૂ. 53,100 થી 1,67,800 વચ્ચે પગાર ધોરણ રહે છે.
આ લેખ સંબંધિત મહત્વની લિંક્સ:
નિષ્કર્ષ
GPSC ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ (સિવિલ) ભરતી એ સિવિલ એન્જિનિયર્સ માટે સરકારી વિભાગમાં કરિયર બનાવવાની તક છે. 103 ખાલી જગ્યાઓ, સારો પગાર અને પ્રતિષ્ઠિત હોદ્દો મેળવવા માટે યોગ્ય રણનીતિ સાથે તૈયારી શરૂ કરવી જરૂરી છે. લાયક ઉમેદવારોએ છેલ્લી તારીખ 15 એપ્રિલ 2026 પહેલાં ઓનલાઈન અરજી કરી દેવી જોઈએ. નિયમિત મેહનત જ સફળતાની ચાવી છે. જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં અથવા ઇમેઇલ દ્વારા જરૂરથી પૂછજો.
Disclaimer
આ લેખમાં આપેલી ભરતી સંબંધિત માહિતી સત્તાવાર જાહેરનામા અને ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પર માહિતી જરૂર તપાસો. તારીખ, લાયકાત અથવા અન્ય વિગતોમાં ફેરફાર થઈ શકે છે. કોઈપણ ભૂલ કે વિસંગતતા માટે અમારી જવાબદારી રહેશે નહીં

તેમણે 2019 માં Nirma University, Ahmedabad માંથી MBA (Human Resource Management) પૂર્ણ કર્યું છે અને તેમને સરકારી વિષયો પર લખવાનો વિશેષ રસ છે. તેમણે અત્યાર સુધીમાં 500 થી વધુ લેખ લખ્યા છે. MahitiRecruitment.com દ્વારા તેઓ સરકારી નોકરી અને યોજનાઓની સાચી અને સરળ માહિતી ઓફિશિયલ સોર્સ પરથી ચકાસીને વાચકો સુધી પહોંચાડે છે.