SBI Trade Finance Officer Recruitment 2026: 100 જગ્યાઓ માટે ભરતી, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

SBI Trade Finance Officer Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે એક મોટી જાહેરાત કરી છે. SBI દ્વારા ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (MMGS-II) ની 100 જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો સરળ ભાષામાં મળશે, જેમાં પોસ્ટનું નામ, જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા,ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે કરવી, અરજી સ્ટેપ્સ, સત્તાવાર જાહેરાત અને ઓનલાઈન અરજી ફોર્મની સીધી લિંક્સનો સમાવેશ થાય છે.

Table of Contents

SBI Trade Finance Officer Recruitment 2026 | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર ભરતી 2026

માહિતીવિગત
સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામટ્રેડ ફાઇનાન્સ ઓફિસર
ખાલી જગ્યાઓ100
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://onlinesbi.sbi.bank.in/

મહત્વની તારીખો (Important Dates)

SBI ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 13 મે 2026 થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો પાસે અરજી કરવા માટે લગભગ 20 દિવસનો સમય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 02 જૂન 2026 નક્કી કરવામાં આવી છે. તમારે આ તારીખ પહેલા ફોર્મ ભરી દેવું જોઈએ અને તેની ફી પણ ભરી દેવી જોઈએ.

ઘટનાતારીખ
જાહેરાતની તારીખ13-05-2026
અરજી શરૂ થવાની તારીખ13-05-2026
અરજી કરવાની છેલ્લી તારીખ02-06-2026
ફી ભરવાની છેલ્લી તારીખ02-06-2026
પાત્રતા ગણતરીની તારીખ30-04-2026

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો (Post Name & Vacancy)

SBI એ આ ભરતી ખાસ કરીને ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર ની પોસ્ટ માટે બહાર પાડી છે. આ પોસ્ટ મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ – II (MMGS-II) હેઠળ આવે છે. આ એક સ્પેશિયાલિસ્ટ કેડરની પોસ્ટ છે, જેનો અર્થ છે કે તમારે ટ્રેડ ફાઇનાન્સ અને ફોરેક્સને લગતી ચોક્કસ કામગીરી કરવાની રહેશે.

કુલ 100 ખાલી જગ્યાઓ માંથી 88 જગ્યાઓ નવી (નિયમિત) છે અને 12 જગ્યાઓ બેકલોગ (અગાઉની બાકી) છે. આ જગ્યાઓ પર પસંદગી પામ્યા પછી ઉમેદવારને જનરલ બેંકિંગ કેડરમાં બદલી શકાશે નહીં.

વિગતમાહિતી
પોસ્ટનું નામટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (Trade Finance Officer)
ગ્રેડમિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ – II (MMGS-II)
કુલ ખાલી જગ્યાઓ100 (નિયમિત: 88 + બેકલોગ: 12)
કેડરસ્પેશિયાલિસ્ટ કેડર (Specialist Cadre)

પગાર ધોરણ અને સુવિધાઓ (Salary & Benefits)

ભારતીય સ્ટેટ બેંકની સત્તાવાર ભરતી જાહેરાતમાં જણાવ્યા અનુસાર, ટ્રેડ ફાઇનાન્સ ઓફિસરનો બેઝિક પગાર જ રૂ. 64,820 થી શરૂ થાય છે અને તે રૂ. 93,960 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), ઘરભાડું (HRA), મેડિકલ સુવિધા અને લીવ ટ્રાવેલ કન્સેશન (LFC) જેવી અનેક સુવિધાઓ બેંકના નિયમો મુજબ મળવાપાત્ર રહેશે.

વિગતમાહિતી
પગાર ધોરણ (Scale)રૂ. 64820 – 93960
પ્રોબેશન સમયગાળો6 મહિના
વધારાના લાભોDA, HRA, CCA, PF, મેડિકલ, LFC વગેરે

આ પણ વાંચો – Union Bank of India Apprentice Recruitment 2026

શા માટે આ નોકરી સારી છે? (Why Join SBI as Trade Finance Officer?)

SBI માં ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (TFO) બનવાના અનેક ફાયદાઓ છે જે આ નોકરીને અન્ય કરતા અલગ પાડે છે. તમે દરેક ફાયદાઓ નીચે મુજબ જોઈ શકો છો.

  • બ્રાન્ડ વેલ્યુ અને મોભો: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય બેંક છે. અહીં ઓફિસર તરીકે કામ કરવું એ સમાજમાં અને બેંકિંગ જગતમાં ખૂબ જ મોટો મોભો આપે છે.
  • સ્પેશિયાલિસ્ટ કેડરના ફાયદા: આ એક સ્પેશિયાલિસ્ટ રોલ હોવાથી તમારે જનરલ બેંકિંગની ભીડભાડ કે પબ્લિક ડીલિંગમાં રહેવું પડતું નથી. તમે એક ચોક્કસ ક્ષેત્રના નિષ્ણાત બનો છો, જે તમારી પ્રોફેશનલ વેલ્યુ વધારે છે.
  • આંતરરાષ્ટ્રીય એક્સપોઝર: ટ્રેડ ફાઇનાન્સ સીધું જ ગ્લોબલ ઇકોનોમી સાથે જોડાયેલું છે. અહીં તમને ઇન્ટરનેશનલ બેંકિંગ, વિદેશી ચલણના વ્યવહારો અને વૈશ્વિક વ્યાપારના કાયદાઓ શીખવા મળે છે, જે અન્ય કોઈ પણ સાધારણ બેંકિંગ રોલમાં મળવું મુશ્કેલ છે.
  • વર્ક-લાઇફ બેલેન્સ: મોટે ભાગે આ પોસ્ટ્સ CPC (સેન્ટ્રલાઈઝડ પ્રોસેસિંગ સેન્ટર) અથવા કોર્પોરેટ ઓફિસમાં હોય છે, જ્યાં જનરલ શાખાઓની સરખામણીએ કામનું વાતાવરણ વધુ પ્રોફેશનલ અને સારું હોય છે.

આ પણ વાંચો – GPSSB Mukhya Sevika Exam Preparation Guide 2026

ટ્રેડ ફાઇનાન્સ ક્ષેત્રમાં ભવિષ્ય અને કરિયર સ્કોપ (Career Growth & Future Scope)

આ ક્ષેત્રમાં કરિયર બનાવવું એ લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 5 થી 10 વર્ષમાં તમે કયા સ્તરે પહોંચી શકો છો તેની માહિતી નીચે મુજબ છે.

  • બેંકમાં ઉચ્ચ હોદ્દા: SBI માં તમે MMGS-II થી શરૂઆત કરીને ટ્રેડ ફાઇનાન્સ હેડ, ફોરેક્સ ટ્રેઝરી મેનેજર અથવા વિદેશમાં આવેલી SBI ની શાખાઓમાં ઇન્ટરનેશનલ બેંકિંગ એક્સપર્ટ તરીકે નિમણૂક મેળવી શકો છો.
  • વૈશ્વિક તકો: ટ્રેડ ફાઇનાન્સના નિયમો (UCPDC) વિશ્વભરમાં સમાન હોય છે. આથી, આ અનુભવ મેળવ્યા બાદ તમે વિશ્વની કોઈપણ ટોચની આંતરરાષ્ટ્રીય બેંક (જેમ કે HSBC, Standard Chartered, CitiBank) માં ઉચ્ચ પેકેજ સાથે જોડાઈ શકો છો.
  • કન્સલ્ટન્સી સ્કોપ: તમે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ હાઉસ માટે ટ્રેડ એડવાઈઝર અથવા ડોક્યુમેન્ટેશન એક્સપર્ટ તરીકે ફ્રીલાન્સ કન્સલ્ટન્સી પણ શરૂ કરી શકો છો.
  • નિષ્ણાતની ઓળખ: જનરલ બેંકર ગમે તે ક્ષેત્રમાં કામ કરી શકે છે, પરંતુ ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર એક ‘ડોમેન એક્સપર્ટ’ ગણાય છે, જેની બજારમાં હંમેશા માંગ રહે છે.

આ પણ વાંચો – BPCL Recruitment 2026

વયમર્યાદા (Age Limit)

આ ભરતી માટે વયમર્યાદાની ગણતરી 30 એપ્રિલ 2026 ના રોજ કરવામાં આવશે. સામાન્ય રીતે ઉમેદવારની ઉંમર 23 થી 32 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. જો કે, સરકારના નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉપરની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. જેમ કે OBC ઉમેદવારોને 3 વર્ષ અને SC/ST ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળે છે.

શ્રેણી (Category)વયમર્યાદા / છૂટછાટ
સામાન્ય (UR) / EWS23 થી 32 વર્ષ
OBC (Non-Creamy Layer)35 વર્ષ સુધી (3 વર્ષ છૂટ)
SC / ST37 વર્ષ સુધી (5 વર્ષ છૂટ)
PwBD (દિવ્યાંગ)10 થી 15 વર્ષની છૂટછાટ (શ્રેણી મુજબ)

અરજી ફી (Application Fee)

અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવારોએ ઓનલાઈન ફી ચૂકવવી પડશે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી રૂ. 750 રાખવામાં આવી છે. જ્યારે SC, ST અને PwBD (દિવ્યાંગ) ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાશે અને તે રિફંડપાત્ર નથી.

શ્રેણીઅરજી ફી
General / OBC / EWSરૂ. 750/-
SC / ST / PwBDશૂન્ય (0)

આ પણ વાંચો – GPSSB Laboratory Technician Recruitment 2026

શૈક્ષણિક લાયકાત અને અનુભવ (Qualification & Experience)

ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) હોવો જોઈએ. તેની સાથે જ, IIBF તરફથી ફોરેક્સ ઓપરેશન્સનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. આ ઉપરાંત, અનુભવની વાત કરીએ તો, ઉમેદવાર પાસે કોઈપણ કોમર્શિયલ બેંકમાં ટ્રેડ ફાઇનાન્સ પ્રોસેસિંગમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો તમારી પાસે CDCS અથવા આંતરરાષ્ટ્રીય બેંકિંગનું વધારાનું પ્રમાણપત્ર હશે, તો તમને પસંદગીમાં વધુ પ્રાધાન્ય મળી શકે છે.

વિગતઆવશ્યક લાયકાત
ડિગ્રીકોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન (સ્નાતક)
ફરજિયાત સર્ટિફિકેટIIBF Forex Operations Certificate
જરૂરી અનુભવબેંકિંગ ક્ષેત્રમાં ટ્રેડ ફાઇનાન્સમાં 2 વર્ષનો અનુભવ
અન્ય સ્કિલસારી વાતચીત કરવાની આવડત અને પ્રેઝન્ટેશન સ્કીલ

પસંદગી પ્રક્રિયા (Selection Process)

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવવાની નથી. પસંદગી મુખ્યત્વે બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં, તમારા અનુભવ અને લાયકાતના આધારે બેંક દ્વારા શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે. જે ઉમેદવારો શોર્ટલિસ્ટ થશે, તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ 100 ગુણનો રહેશે અને તેમાં મેળવેલા માર્ક્સના આધારે જ ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

તબક્કોપ્રક્રિયાની વિગત
સ્ટેજ 1અરજીઓનું શોર્ટલિસ્ટિંગ (અનુભવના આધારે)
સ્ટેજ 2વ્યક્તિગત ઇન્ટરવ્યૂ (100 ગુણ)
મેરિટ લિસ્ટફક્ત ઇન્ટરવ્યૂના માર્ક્સના આધારે

પસંદગી પ્રક્રિયાનું ડીટેલમાં વિશ્લેષણ (Detailed Selection Process Analysis)

SBI ની શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા સમજાવી ખુબજ જરૂરી છે, કારણ કે તેને સમજવાથી તૈયારી સારી રીતે થઇ શકે છે અને પસંદગી પામવાના ચાન્સ પણ વધી શકે છે.

  • શોર્ટલિસ્ટિંગના માપદંડ: બેંક પાસે હજારો અરજીઓ આવે છે, જેમાંથી શોર્ટલિસ્ટિંગ મુખ્યત્વે તમારા અનુભવની ગુણવત્તા પર થાય છે. જો તમે કોઈ ખાનગી કે સરકારી પ્રતિષ્ઠિત બેંકમાં ટ્રેડ ફાઇનાન્સ વિભાગમાં કામ કર્યું હોય અથવા મોટી રકમના LC/BG હેન્ડલ કર્યા હોય, તો તમને પ્રાથમિકતા મળે છે.
  • શૈક્ષણિક વેઇટેજ: IIBF ફોરેક્સ સર્ટિફિકેટ ઉપરાંત જો તમારી પાસે વધારાના સર્ટિફિકેટ (CDCS વગેરે) હશે, તો શોર્ટલિસ્ટિંગમાં તમે અન્ય ઉમેદવારો કરતા આગળ નીકળી જશો.
  • ઇન્ટરવ્યૂનું માળખું: અહીં ઇન્ટરવ્યૂ માત્ર તમે શું જાણો છો તે જોવા માટે નથી, પણ તમે કેવી રીતે કામ કરો છો તે જોવા માટે છે.
  • સિચ્યુએશનલ પ્રશ્નો: ઇન્ટરવ્યૂમાં તમને એવી પરિસ્થિતિ આપવામાં આવશે કે, “જો કોઈ LC માં ચોક્કસ ક્લોઝમાં વિસંગતતા હોય અને ગ્રાહક દબાણ કરે, તો તમે શું નિર્ણય લેશો?” આવા પ્રશ્નો દ્વારા તમારી નૈતિકતા અને નિયમો પ્રત્યેની વફાદારી ચકાસવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો (Required Documents)

ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કેટલાક મહત્વના દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા પડશે. જો તમે આ દસ્તાવેજો યોગ્ય રીતે અપલોડ નહીં કરો, તો તમારી અરજી રદ થઈ શકે છે. બધા દસ્તાવેજો PDF ફોર્મેટમાં (ફોટો અને સહી સિવાય) તૈયાર રાખવા.

દસ્તાવેજનું નામફોર્મેટ
તાજેતરનો ફોટો અને સહીJPEG
વિગતવાર રિઝ્યુમ (Resume)PDF
ID અને જન્મ તારીખનો પુરાવોPDF
ડિગ્રી અને અનુભવનું સર્ટિફિકેટPDF
IIBF ફોરેક્સ સર્ટિફિકેટPDF
પગાર સ્લિપ / ફોર્મ-16PDF

ફરજ અને બજાવવાની કામગીરી (Job Profile)

આ પદ પર પસંદગી પામ્યા બાદ તમારે ક્યાં પ્રકારના કામો કરવાના રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

  • ગ્રાહક સંકલન: ટ્રેડ ફાઇનાન્સ પ્રશ્નોનો ઉકેલ લાવવો અને બેંકની શાખાઓ સાથે મળીને વ્યવહારોને નક્કી કરેલા સમયમાં (TAT) પૂર્ણ કરવાના હોય છે.
  • દસ્તાવેજ ચકાસણી: લેટર ઓફ ક્રેડિટ (LC) અને બેંક ગેરંટી (BG) જેવા જટિલ ટ્રેડ ડોક્યુમેન્ટ્સની આંતરરાષ્ટ્રીય નિયમો (UCPDC 600) મુજબ તપાસ કરવાની રહે છે.
  • નિયમનું પાલન: વિદેશી હૂંડિયામણના દરેક વ્યવહારમાં RBI, FEMA અને FEDAI ની માર્ગદર્શિકા તેમજ KYC/AML નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે જોવાનું હોય છે.
  • ટેકનિકલ કામગીરી: બેંકની CBS સિસ્ટમ અને RBI ના ઓનલાઈન પોર્ટલ (IDPMS/EDPMS) પર સચોટ ડેટા એન્ટ્રી અને રિકન્સિલેશનની જવાબદારી સંભાળવાની હોય છે.

તૈયારી માટેના સંસાધનો (Preparation Resources)

તમારી તૈયારી સારી રીતે થાય તે માટે તમે નીચે મુજબના સંસાધનોનો ઉપયોગ કરી શકો છો.

  • IIBF ફોરેક્સ એક્ઝામ રિસોર્સ: આ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માટે ‘Macmillan Education’ દ્વારા પ્રકાશિત “Foreign Exchange & Risk Management” પુસ્તક શ્રેષ્ઠ ગણાય છે. ઉપરાંત, IIBF ની સત્તાવાર વેબસાઇટ પર મળતા લર્નિંગ મોડ્યુલ્સ ચોક્કસ વાંચો.
  • ઓનલાઇન પોર્ટલ્સ: ટ્રેડ ફાઇનાન્સના નિયમો અપડેટ રાખવા માટે ‘International Chamber of Commerce (ICC)’ ની વેબસાઇટ નિયમિત ચેક કરતા રહો.
  • મોક ઇન્ટરવ્યૂ: બેંકિંગ ઇન્ટરવ્યૂના જૂના પ્રશ્નો અને ટ્રેડ ફાઇનાન્સના કેસ સ્ટડીઝ માટે યુટ્યુબ પર ‘Banking Awareness’ ચેનલ્સની મદદ લો.

ઇન્ટરવ્યૂની તૈયારી માટે ટિપ્સ (Interview Tips)

મારા 7+ વર્ષના અનુભવના આધારે અહીં મેં કેટલીક ટિપ્સ આપી છે જે તમને ઇન્ટરવ્યૂમાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

  1. ટેકનિકલ જ્ઞાન: ઇન્ટરવ્યૂમાં સફળતા મેળવવા માટે LC, BG અને ખાસ કરીને UCPDC 600 ના નિયમોની માહિતી હોવી જરૂરી છે. ઇનકોટર્મ્સ અને ફોરેક્સ બિલિંગના પ્રેક્ટિકલ કેસ સ્ટડીઝ તૈયાર કરો.
  2. બેંકિંગ અપડેટ્સ: RBI ના લેટેસ્ટ સર્કુલર, FEDAI ગાઈડલાઈન્સ અને ડિજિટલ બેંકિંગના નવા પ્રવાહોથી માહિતગાર રહો. વર્તમાન આર્થિક ઘટનાઓ તમારી સજાગતા દર્શાવે છે.
  3. અનુભવની રજૂઆત: તમારા પાછલા અનુભવો અને જટિલ ટ્રાન્ઝેક્શન હેન્ડલિંગ વિશે આત્મવિશ્વાસથી વાત કરો. તમારી વાતચીત સ્પષ્ટ, સચોટ અને વ્યાવસાયિક હોવી જોઈએ.
  4. શિષ્ટાચાર: તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વ્યવસ્થિત ફાઈલ કરો. સમયપાલન, ફોર્મલ ડ્રેસ કોડ અને હકારાત્મક બોડી લેંગ્વેજ તમારી પસંદગીમાં મહત્વનો ભાગ ભજવશે.

અરજી કરવાની પ્રક્રિયા (How to Apply)

SBI ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન છે, જેને તમે નીચે મુજબના સરળ સ્ટેપ્સ દ્વારા પૂર્ણ કરી શકો છો.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત: સૌથી પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર કારકિર્દી વેબસાઇટ sbi.co.in/web/careers પર જાઓ. અહીં ‘Join SBI’ ટેબમાં જઈને ‘Current Openings’ વિભાગ પર ક્લિક કરો.
  • ભરતીની પસંદગી: લિસ્ટમાં ‘Recruitment of Specialist Cadre Officers’ અંતર્ગત ‘Trade Finance Officer (MMGS-II)’ ની જાહેરાત શોધો અને તેની સામે આપેલ ‘Apply Online’ લિંક પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન અને ફોર્મ ફીલિંગ: ‘Click here for New Registration’ પર ક્લિક કરીને તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરો. ત્યારબાદ પ્રાપ્ત થયેલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ વડે લોગઈન કરી તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને અનુભવની વિગતો ભરો.
  • દસ્તાવેજો અને ફી: સૂચના મુજબ તમારો તાજેતરનો ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો (જેમ કે રિઝ્યુમ, ID પ્રૂફ, ડિગ્રી અને IIBF સર્ટિફિકેટ) PDF ફોર્મેટમાં અપલોડ કરો. છેલ્લે, તમારી કેટેગરી મુજબ (UR/OBC/EWS માટે રૂ. 750) ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ફી ભરો.
  • સબમિશન: સંપૂર્ણ ફોર્મ ચકાસ્યા પછી ‘Submit’ બટન પર ક્લિક કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તમારી એપ્લિકેશન અને ફી રિસીપ્ટની પ્રિન્ટ આઉટ કાઢીને તમારી પાસે સુરક્ષિત રાખો.

ફોર્મ ભરવા માટેની એક્સપર્ટ ટિપ્સ (Practical Advice for Application)

ટેકનિકલ સૂચનાઓ તો બધા વાંચે છે, પરંતુ આ પ્રેક્ટિકલ ટિપ્સ તમારા ફોર્મને રિજેક્ટ થતા બચાવશે તેથી આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • રિઝ્યુમ (Resume) માં કીવર્ડ્સ: શોર્ટલિસ્ટિંગ સોફ્ટવેર દ્વારા થતું હોય ત્યારે તમારા રિઝ્યુમમાં “LC (Letter of Credit)”, “Bank Guarantee”, “UCPDC 600”, “Swift Messaging”, “Bill Discounting” અને “FEMA Compliance” જેવા શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ કરો.
  • અનુભવ પ્રમાણપત્રની ચોકસાઈ: તમારા એક્સપિરિયન્સ સર્ટિફિકેટમાં માત્ર ‘ઓફિસર’ લખવાને બદલે ‘Worked in Trade Finance Department’ અથવા ‘Forex Operations’ જેવો સ્પષ્ટ ઉલ્લેખ હોય તેવો આગ્રહ રાખો.
  • દસ્તાવેજની ક્લેરિટી: ઘણા ઉમેદવારો મોબાઈલથી ફોટો પાડી ડોક્યુમેન્ટ અપલોડ કરે છે જે ઝાંખા હોય છે. હંમેશા હાઈ-રિઝોલ્યુશન સ્કેનરનો ઉપયોગ કરો, કારણ કે અસ્પષ્ટ દસ્તાવેજો સીધા રિજેક્શનનું કારણ બને છે.
  • IIBF સર્ટિફિકેટની તારીખ: ખાતરી કરો કે તમારું સર્ટિફિકેટ કટ-ઓફ તારીખ (30.04.2026) પહેલાનું જ હોય, અન્યથા તમારી લાયકાત માન્ય ગણાશે નહીં.

આ લેખ સંબંધિત મહત્વની લિંક્સ:

SBI Trade Finance Officer Recruitment 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

Q1. SBI ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર ભરતી 2026 માટે કુલ કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે?

A. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ ભરતી અંતર્ગત ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (MMGS-II) ની કુલ 100 જગ્યાઓ (88 નિયમિત અને 12 બેકલોગ) જાહેર કરવામાં આવી છે.

Q2. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

A. લાયક ઉમેદવારો 13 મે 2026 થી 02 જૂન 2026 સુધી SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને તેમની ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે.

Q3. આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત શું માંગવામાં આવી છે?

A. ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અને તેની પાસે IIBF તરફથી ફોરેક્સ ઓપરેશન્સમાં ફરજિયાત પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

Q4. શું આ ભરતી માટે અનુભવ હોવો જરૂરી છે?

A. હા, કોઈપણ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકમાં ટ્રેડ ફાઇનાન્સ પ્રોસેસિંગમાં સુપરવાઇઝરી અથવા ઓફિસર તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ હોવો જરૂરી છે.

Q5. SBI ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર માટે વયમર્યાદા શું નક્કી કરવામાં આવી છે?

A. ઉમેદવારની ઉંમર 30 એપ્રિલ 2026 ના રોજ ઓછામાં ઓછી 23 વર્ષ અને મહત્તમ 32 વર્ષ હોવી જોઈએ, જેમાં અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ મળશે.

Q6. આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા (Selection Process) કેવી રીતે થશે?

A. આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા નથી; ઉમેદવારોની પસંદગી તેમના અનુભવ અને લાયકાતના આધારે શોર્ટલિસ્ટિંગ અને ત્યારબાદ 100 ગુણના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

Q7. જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી કેટલી છે?

A. સામાન્ય, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ રૂ. 750 અરજી ફી ભરવાની રહેશે, જ્યારે SC/ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી રાખવામાં આવી નથી.

Q8. આ પોસ્ટ પર પસંદગી પામ્યા પછી શરૂઆતમાં પોસ્ટિંગ કયા સ્થળે મળશે?

A. સૂચના મુજબ પસંદગી પામેલા ઉમેદવારોનું પોસ્ટિંગ પ્રારંભિક તબક્કે હૈદરાબાદ અથવા કોલકાતા ખાતે થઈ શકે છે, જોકે બેંક જરૂરિયાત મુજબ ભારતમાં ગમે ત્યાં બદલી કરી શકે છે.

નિષ્કર્ષ

SBI ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર ભરતી એ બેન્કિંગ વિભાગમાં કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે સારી તક સાબિત થઇ શકે છે. સારો પગાર, પ્રતિષ્ઠિત નોકરી અને સ્પેશિયાલિસ્ટ કેડરમાં કામ કરવાનો આ સારો મોકો માનવામાં આવે છે. જો તમે તમામ પાત્રતા ધરાવતા હોવ, તો છેલ્લી તારીખ પહેલાં ઓનલાઇન અરજી કરી દેવી જોઈએ. વધુ વિગતો માટે SBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો અને જો કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો અમને કમેન્ટમાં લખી ને પૂછી શકો છો.

Disclaimer

આ લેખમાં આપેલી ભરતી સંબંધિત માહિતી સત્તાવાર જાહેરનામા અને ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પર માહિતી જરૂર તપાસો. તારીખ, લાયકાત અથવા અન્ય વિગતોમાં ફેરફાર થઈ શકે છે. કોઈપણ ભૂલ કે વિસંગતતા માટે અમારી જવાબદારી રહેશે નહીં.

Leave a Comment