GPSSB Laboratory Technician Recruitment 2026: 108 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

GPSSB Laboratory Technician Recruitment 2026: ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) ની કુલ 108 જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા માટે આ સરકારી નોકરી સારી તક સાબિત થઈ શકે છે.

આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો સરળ ભાષામાં મળશે, જેમાં પોસ્ટનું નામ, જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા, લેખિત પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, અરજી સ્ટેપ્સ, સત્તાવાર જાહેરાત અને ઓનલાઈન અરજી ફોર્મની સીધી લિંક્સનો સમાવેશ થાય છે.

Table of Contents

GPSSB Laboratory Technician Recruitment 2026 । ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ લેબોરેટરી ટેક્નિશિયન ભરતી 2026

માહિતીવિગત
સંસ્થાનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામલેબોરેટરી ટેક્નિશિયન
ખાલી જગ્યાઓ108
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીની જાહેરાત 17 એપ્રિલ 2026 ના રોજ જાહેર કરવામાં આવી હતી. તે જ દિવસથી બપોરે 1:00 વાગ્યાથી ઓનલાઈન પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. 8 મે 2026 એ અરજી કરવાની અંતિમ તારીખ છે. સામાન્ય રીતે છેલ્લી તારીખે સર્વર ડાઉન થવાની સમસ્યા રહેતી હોય છે, તેથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયમર્યાદામાં અરજી કરી દેવી યોગ્ય રહેશે.

ઘટનાતારીખસમય
સત્તાવાર જાહેરાત તારીખ17 એપ્રિલ 2026સવારના સમયે
ઓનલાઈન અરજી શરૂ17 એપ્રિલ 2026બપોરે 1:00 વાગ્યે
અરજી કરવાની છેલ્લી તારીખ08 મે 2026રાત્રે 11:59 વાગ્યે
ફી ભરવાની છેલ્લી તારીખ08 મે 2026રાત્રે 11:59 વાગ્યે
પરીક્ષાની સંભવિત તારીખજાહેર થશે (TBA)

પોસ્ટનું નામ અને જોબ પ્રોફાઇલ (Post Name & Job Profile)

GPSSB દ્વારા આ ભરતી લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) માટે કરવામાં આવી છે. આ પોસ્ટ પંચાયત સેવા હેઠળ આવે છે, જેનો અર્થ છે કે તમારી નિમણૂક જિલ્લા પંચાયત હસ્તકની હોસ્પિટલોમાં થશે.

લેબોરેટરી ટેકનિશિયનનું કામ ખૂબ જ જવાબદારી વાળું હોય છે. તેઓએ દર્દીઓના વિવિધ સેમ્પલ (લોહી, પેશાબ, લાળ વગેરે) એકત્રિત કરવાના હોય છે અને આધુનિક મશીનો દ્વારા તેનું પરીક્ષણ કરવાનું હોય છે. ડોક્ટરના નિદાનમાં આ રિપોર્ટ્સ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને મજબૂત કરવા માટે આ પોસ્ટ અત્યંત મહત્વની છે.

વિગતમાહિતી
ભરતી બોર્ડ (Recruitment Board)GPSSB (Gujarat Panchayat Service Selection Board)
પોસ્ટનું નામલેબોરેટરી ટેકનિશિયન (Laboratory Technician)
સેવા કેડરપંચાયત સેવા (વર્ગ-3)
વિભાગપંચાયત અને આરોગ્ય વિભાગ

ખાલી જગ્યાઓ: જિલ્લાવાર વિશ્લેષણ (Vacancy Details)

આ ભરતીમાં કુલ 108 જગ્યાઓ છે. આ જગ્યાઓનું વિભાજન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ જે-તે જિલ્લાની ખાલી જગ્યાઓ અને અનામતની સ્થિતિ જોઈને અરજી કરવી જોઈએ.

સૌથી વધુ 20 જગ્યાઓ કચ્છ જિલ્લામાં છે, જ્યારે દાહોદમાં 12 અને આણંદમાં 8 જગ્યાઓ છે. કેટલીક જિલ્લા પંચાયતોમાં 0 જગ્યાઓ પણ છે, જેનો અર્થ છે કે ત્યાં હાલમાં કોઈ વેકેન્સી નથી. મહિલાઓ માટે 33% અનામત અને દિવ્યાંગો માટે 4% અનામત સરકારના નિયમો મુજબ લાગુ પડશે.

જિલ્લા પંચાયતકુલ જગ્યાઓજિલ્લા પંચાયતકુલ જગ્યાઓ
કચ્છ (Kutch)20દેવભૂમિ દ્વારકા5
દાહોદ (Dahod)12મહીસાગર5
આણંદ (Anand)8ડાંગ (Dang)5
છોટા ઉદેપુર8નર્મદા5
સુરેન્દ્રનગર6જામનગર4
પાટણ4પંચમહાલ4
ખેડા3અમદાવાદ2
અન્ય જિલ્લાઓ16કુલ108

જિલ્લા પસંદગીની રણનીતિ (Strategy for District Choice)

ઘણા ઉમેદવારોના મનમાં મૂંઝવણમાં હોય છે કે કયા જિલ્લામાં ફોર્મ ભરવું જેથી નોકરી મળવાની શક્યતા વધુ રહેશે, તો તેઓએ આ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

જ્યાં જગ્યાઓ વધુ હોય (જેમ કે આ ભરતીમાં કચ્છમાં 20 જગ્યાઓ છે), ત્યાં ફોર્મ ભરવાથી મેરિટમાં આવવાના ચાન્સ વધી શકે છે, પરંતુ ત્યાં સ્પર્ધા પણ વધુ હોઈ શકે છે. જો તમે તમારા હોમ ટાઉન કે નજીકના જિલ્લામાં (દા.ત. આણંદ કે દાહોદ) જગ્યાઓ હોય અને તમે મેરિટમાં સારા ગુણ લાવી શકતા હોવ, તો ઘરની નજીકનો જિલ્લો પસંદ કરવો વધુ હિતાવહ છે કારણ કે પંચાયત સેવામાં બદલીની પ્રક્રિયા મુશ્કેલ હોઈ શકે છે.

ફેક્ટરઅસર
વધારે જગ્યાઓ (કચ્છ/દાહોદ)મેરિટમાં આવવાની તક વધુ, પણ કોમ્પિટિશન વધુ
ઓછી જગ્યાઓહાઈ મેરિટ જવાની શક્યતા
હોમ ડિસ્ટ્રિક્ટલાંબા ગાળે નોકરીની સરળતા અને સામાજિક સ્થિરતા

આ પણ વાંચો – IPR Gujarat Recruitment 2026

પગાર ધોરણ (Salary Structure)

લેબોરેટરી ટેકનિશિયન વર્ગ-3 ની પોસ્ટ હોવાથી તેમાં સારો પગાર મળે છે. નિયમ મુજબ, પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ‘ફિક્સ પગાર’ (Fixed Pay) રૂ 26,000 આપવામાં આવશે. આ 5 વર્ષ દરમિયાન કોઈ અન્ય ભથ્થાં મળતા નથી. 5 વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, ઉમેદવારને નિયમિત પગાર ધોરણ (Full Pay) માં મૂકવામાં આવશે, જેમાં મોંઘવારી ભથ્થું, ઘરભાડું અને મેડિકલ એલાઉન્સ પણ સામેલ હશે.

વિગતપગારની સ્થિતિ
પ્રથમ 5 વર્ષરૂ 26,000 (ફિક્સ પગાર)
5 વર્ષ પછીપે-મેટ્રિક્સ લેવલ મુજબ પૂરો પગાર
વર્ગવર્ગ-3 (Class-3)
ભથ્થાં5 વર્ષ બાદ (DA, HRA, Medical, etc.)

કરિયર ગ્રોથ અને પ્રમોશન (Career Growth & Promotion)

GPSSB જેવા સરકારી વિભાગમાં જોડાયા પછી સારા પગારની સાથે આગળ વધવાની તકો પણ મહત્વની છે. તમે તમારા કામ અને અનુભવના આધારે તમે ઉચ્ચ હોદ્દા પર પહોંચી શકો છો.

શરૂઆતમાં તમે લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) તરીકે સેવા આપો છો. અમુક વર્ષોના અનુભવ અને ખાતાકીય પરીક્ષાઓ પાસ કર્યા પછી તમે સિનિયર લેબોરેટરી ટેકનિશિયન બની શકો છો. ત્યારબાદ ટેકનિકલ ઓફિસર કે લેબોરેટરી સુપરવાઈઝર જેવી પોસ્ટ પર પ્રમોશન મેળવી શકાય છે. આ સાથે પગાર ધોરણમાં પણ ગ્રેડ-પે મુજબ વધારો થતો રહે છે.

આ પણ વાંચો – CRPF Constable Tradesman Recruitment 2026

વય મર્યાદા અને છૂટછાટ (Age Limit & Relaxation)

ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એ આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 36 વર્ષ નક્કી કરી છે. ગુજરાત સરકારના નીતિ-નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળે છે. SC, ST, SEBC અને EWS વર્ગના પુરુષોને 5 વર્ષની છૂટ મળે છે. મહિલા ઉમેદવારોને વધારાની 5 વર્ષની છૂટ મળે છે. જોકે, કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેટેગરીમહત્તમ ઉંમરછૂટછાટ
સામાન્ય (પુરુષ)36 વર્ષકોઈ છૂટ નથી
સામાન્ય (મહિલા)41 વર્ષ5 વર્ષ
અનામત (પુરુષ)41 વર્ષ5 વર્ષ
અનામત (મહિલા)45 વર્ષ10 વર્ષ (મહત્તમ મર્યાદામાં)
દિવ્યાંગ ઉમેદવાર46 વર્ષ10 વર્ષ

અરજી ફી (Application Fee)

GPSSB દ્વારા ભરતી જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, અરજી ફી ભરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ રાખવામાં આવી છે. ફી ભર્યા વગર સામાન્ય કેટેગરીના ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

સામાન્ય (General) વર્ગના ઉમેદવારોએ 100 રૂ. ફી અને બેંકના ચાર્જીસ ભરવાના રહેશે. જ્યારે SC, ST, SEBC, EWS, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોએ કોઈ પણ ફી ભરવાની જરૂર નથી. ફી ઓનલાઈન નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ભરી શકાય છે.

કેટેગરીફીની રકમમોડ
સામાન્ય (General)100 રૂ. + ચાર્જઓનલાઈન (SBI e-Pay)
અનામત વર્ગ0 (ફ્રી)લાગુ પડતું નથી
મહિલા ઉમેદવારો0 (ફ્રી)લાગુ પડતું નથી
માજી સૈનિક0 (ફ્રી)લાગુ પડતું નથી

આ પણ વાંચો – GPSC Accounts Officer Recruitment 2026

શૈક્ષણિક લાયકાત અને અનુભવ (Eligibility Criteria)

આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અત્યંત મહત્વની છે કારણ કે તે ટેકનિકલ કેડરની ભરતી છે. ડિગ્રીની સાથે ડિપ્લોમા પણ જરૂરી છે.

  1. ગ્રેજ્યુએશન: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી Chemistry, Microbiology, Biochemistry અથવા Biotechnology પૈકી કોઈપણ એક વિષય સાથે સ્નાતક (B.Sc.) કરેલું હોવું જોઈએ.
  2. ટેકનિકલ કોર્સ: ઉમેદવાર પાસે Diploma in Laboratory Technician અથવા Medical Laboratory Technician (MLT) અથવા PGDMLT નો કોર્સ હોવો જોઈએ.
  3. ભાષા જ્ઞાન: ગુજરાતી અને હિન્દી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ.
  4. કમ્પ્યુટર: કમ્પ્યુટરના પાયાના જ્ઞાન અંગેનું CCC સર્ટિફિકેટ અથવા ધોરણ 10/12 માં કમ્પ્યુટર વિષય હોવો જોઈએ.
લાયકાતનો પ્રકારજરૂરી ડિગ્રી / કોર્સ
સ્નાતક (Degree)B.Sc. (Chem/Micro/Biotech/Biochem)
ડિપ્લોમા (Technical)MLT / DMLT / PGDMLT
કમ્પ્યુટર (Computer)CCC અથવા સમકક્ષ જ્ઞાન
ભાષા (Language)ગુજરાતી અને હિન્દી

પસંદગી પ્રક્રિયા (Selection Process)

પસંદગી પ્રક્રિયા બે મુખ્ય તબક્કામાં વહેંચાયેલી છે. આ પ્રક્રિયા ગુણવત્તા (Merit) ના આધારે કરવામાં આવે છે.

  1. લેખિત પરીક્ષા: આ સૌથી મહત્વનો તબક્કો છે. ઉમેદવારોએ OMR પદ્ધતિ અથવા CBRT (કમ્પ્યુટર આધારિત) પરીક્ષા આપવાની રહેશે. તેમાં સામાન્ય જ્ઞાન અને વિષયને લગતા પ્રશ્નો પૂછાશે.
  2. દસ્તાવેજ ચકાસણી (DV): લેખિત પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવશે. અહીં તેમના ઓરિજિનલ સર્ટીફીકેટ તપાસવામાં આવશે.
  3. આખરી મેરિટ: તમામ ચકાસણી બાદ ફાઈનલ લિસ્ટ બહાર પાડવામાં આવશે.
તબક્કોપ્રવૃત્તિમહત્વ
તબક્કો 1લેખિત પરીક્ષામેરિટ નક્કી કરવા માટે
તબક્કો 2દસ્તાવેજ ચકાસણીલાયકાતની ખરાઈ કરવા માટે
તબક્કો 3નિમણૂક પત્રજિલ્લા ફાળવણી અને જોઇનિંગ

આ પણ વાંચો – GPSC Engineering Service Recruitment 2026

જરૂરી દસ્તાવેજો (List of Documents)

સંસ્થાના ભરતી જાહેરનામામાં જણાવ્યા મુજબ, અરજી કરતી વખતે તમારી પાસે નીચેના દસ્તાવેજોની વિગતો તૈયાર હોવી જોઈએ:

  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ અને બોર્ડ સર્ટીફીકેટ.
  • ગ્રેજ્યુએશન (B.Sc.) ના તમામ વર્ષ/સેમેસ્ટરની માર્કશીટ.
  • MLT/DMLT/PGDMLT ના સર્ટિફિકેટ્સ.
  • જાતિનું પ્રમાણપત્ર (Caste Certificate).
  • નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ (OBC માટે – 1 April 2023 થી 8 May 2026 વચ્ચેનું હોવું જોઈએ).
  • ઈ-ડબલ્યુ-એસ (EWS) પ્રમાણપત્ર.
  • કમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર (CCC).
  • ફોટો અને સહી (સ્કેન કોપી).

પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ (Exam Pattern & Syllabus)

પરીક્ષામાં સફળ થવા માટે તેના માળખાને સમજવું ખુબજ જરૂરી છે. GPSSB ની પરીક્ષા સામાન્ય રીતે 150 ગુણની હોય છે.

  1. સામાન્ય જ્ઞાન (GK): ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ અને વર્તમાન પ્રવાહો (Current Affairs).
  2. ગુજરાતી ભાષા અને વ્યાકરણ: જોડણી, સમાનાર્થી, વિરોધી, અલંકાર, છંદ વગેરે.
  3. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ: Tenses, Articles, Prepositions, Vocabulary.
  4. વિષય જ્ઞાન (Technical): આ વિભાગ સૌથી મહત્વનો છે. તેમાં Microbiology, Hematology, Blood Banking, Clinical Pathology અને Biochemistry ના પ્રશ્નો પૂછાય છે.
વિષયગુણભાર (અંદાજે)ભાષા
સામાન્ય જ્ઞાન20-30%ગુજરાતી
ગુજરાતી ભાષા15-20%ગુજરાતી
અંગ્રેજી ભાષા10-15%અંગ્રેજી
ટેકનિકલ વિષય40-50%અંગ્રેજી / ગુજરાતી
નેગેટિવ માર્કિંગ0.33દરેક ખોટા જવાબ દીઠ

લેખિત પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ (Preparation Tips)

પરીક્ષા પાસ કરવા માટે ફક્ત મહેનત કરવા કરતા સાચી દિશામાં મેહનત કરવી ખુબ જરુરી છે. અહીં અમે કેટલીક ટિપ્સ આપી છે જેને ફોલો કરશો તો આ પરીક્ષામાં સફળ થવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

  • ટેકનિકલ વિષયો: તમારા B.Sc. અને MLT ના પુસ્તકો ફરીથી વાંચો. હેમેટોલોજી અને માઇક્રોબાયોલોજી માંથી વધુ પ્રશ્નો પૂછાય છે.
  • જુના પેપર સોલ્વ કરો: છેલ્લા 5 વર્ષમાં લેવાયેલી Lab Technician ની પરીક્ષાના પેપરો જુઓ. તેનાથી પ્રશ્નોની શૈલી સમજાશે.
  • કરન્ટ અફેર્સ: છેલ્લા 6 મહિનાના વર્તમાન પ્રવાહો, ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે થયેલા નવા સંશોધનો અને યોજનાઓ વિશે જાણકારી મેળવો.
  • સમય આયોજન (Time Management): પરીક્ષામાં લિમિટેડ સમય હોય છે, તેથી ઘરે મોક ટેસ્ટ આપવાની પ્રેક્ટિસ કરો.
  • રિવિઝન: દર અઠવાડિયે તમે જે વાંચ્યું છે તેનું રિવિઝન કરો.

લેબોરેટરી ટેકનિશિયન પરીક્ષા માટે શ્રેષ્ઠ પુસ્તકો (Best Books for Preparation)

પરીક્ષાની તૈયારી માટે સાચી દિશામાં મહેનતની સાથે કયા પુસ્તકો વાંચવા તેની માહિતી હોવી પણ જરૂરી છે, આ પરીક્ષા માટે અમે કેટલાક નિષ્ણાતો દ્વારા સૂચવેલા પુસ્તકોનું લિસ્ટ નીચે મુજબ તૈયાર કર્યું છે જે તમને મદદરૂપ સાબિત થઈ શકે છે.

  • ટેકનિકલ વિષય (MLT): લેબોરેટરી ટેકનોલોજીનું ડિટેલમાં જ્ઞાન માટે રમેશ ગુપ્તાની MLT બુક સૌથી બેસ્ટ ગણાય છે. ઉપરાંત, Godkar ની બુક પણ સંદર્ભ તરીકે વાપરી શકાય છે.
  • ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય: આ વિભાગ માટે અક્ષર પબ્લિકેશન અથવા ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તકો બેસ્ટ છે.
  • ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ: યુવા ઉપનિષદ અથવા વર્લ્ડ ઇન બોક્સની પુસ્તકો ડેટાની ચોકસાઈ માટે જાણીતી છે.
  • અંગ્રેજી વ્યાકરણ: લ્યુસેન્ટ (Lucent English) અથવા અક્ષર પબ્લિકેશનની ઇંગ્લિશ ગ્રામર બુક બેઝિક ક્લિયર કરવા માટે શ્રેષ્ઠ છે.
વિષયપુસ્તકનું નામ (પ્રકાશન)
MLT / Technicalરમેશ ગુપ્તા (Ramesh Gupta)
ગુજરાતી વ્યાકરણઅક્ષર પબ્લિકેશન (Akshar Publication)
ગુજરાતનો ઇતિહાસયુવા ઉપનિષદ (Yuva Upnishad)
જનરલ નોલેજલ્યુસેન્ટ અથવા વર્લ્ડ ઇન બોક્સ

અગાઉની ભરતીનું અંદાજિત કટ-ઓફ (Previous Year Cut-off Analysis)

તૈયારી શરૂ કરતા પહેલા લક્ષ્ય નક્કી કરવું જરૂરી છે. અગાઉની GPSSB લેબોરેટરી ટેકનિશિયન પરીક્ષાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે કટ-ઓફ કેટેગરી મુજબ અલગ-અલગ રહેતું હોય છે.

સામાન્ય રીતે, જો 100 માર્ક્સની પરીક્ષા હોય, તો જનરલ કેટેગરી માટે 60 થી 65 ગુણ ની આસપાસ અટકવાની શક્યતા રહેતી હોય છે. અનામત વર્ગ (SC/ST/OBC) માટે આ આંકડો 50 થી 58 ની વચ્ચે હોઈ શકે છે. ઉમેદવારોએ સેફ ઝોનમાં રહેવા માટે ઓછામાં ઓછા 65+ ગુણ લાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

કેટેગરીઅંદાજિત કટ-ઓફ (100 માંથી)
સામાન્ય (General)60 – 65+
OBC / EWS55 – 60
SC / ST50 – 55

અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા (How to Apply)

  1. GPSSB લેબોરેટરી ટેકનિશિયન ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સરળ છે, પરંતુ દરેક સ્ટેપ ધ્યાનથી પૂર્ણ કરવો જરૂરી છે. સૌ પ્રથમ સત્તાવાર પોર્ટલ OJAS Gujarat Portal (ojas.gujarat.gov.in) પર જાઓ. ત્યાં હોમપેજ પર “Online Application” વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરીને “Apply” પસંદ કરો.
  2. હવે તમારી સામે વિવિધ ભરતીની લિસ્ટ ખુલશે. તેમાં GPSSB લેબોરેટરી ટેકનિશિયનની જાહેરાત શોધો અને તેની સામે આપેલ “Apply Now” બટન પર ક્લિક કરો. ત્યારબાદ જો તમે પહેલાથી OJAS પર રજીસ્ટ્રેશન કર્યું હોય તો તમારો રજીસ્ટ્રેશન નંબર નાખીને આગળ વધો, નહીં તો “New Registration” પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરો.
  3. આગળની પ્રક્રિયામાં તમારે તમારું નામ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, મોબાઇલ નંબર અને અન્ય જરૂરી માહિતી સાવધાનીપૂર્વક ભરવાની રહેશે. માહિતી ભરી લીધા બાદ તમારી પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
  4. બધી વિગતો ચકાસ્યા પછી અરજી “Confirm” કરો. યાદ રાખો કે એકવાર કન્ફર્મ કર્યા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. અંતમાં, જો અરજી ફી લાગુ પડે તો ઓનલાઈન પેમેન્ટ કરો અને અરજીની પ્રિન્ટઆઉટ ભવિષ્ય માટે સાચવી રાખો.

ફરજ અને બજાવવાની કામગીરી (Duties & Responsibilities)

નોકરી મળ્યા પછી તમારે શું કરવાનું રહેશે તે જાણવું પણ જરૂરી છે.

  • લેબોરેટરી ટેકનિશિયનનું કામ હોસ્પિટલ અથવા હેલ્થ સેન્ટરમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેઓ સૌથી પહેલા દર્દીઓના સેમ્પલ જેમ કે બ્લડ, યૂરિન વગેરે યોગ્ય રીતે લે છે અને તેની યોગ્ય એન્ટ્રી સિસ્ટમમાં કરે છે. ત્યારબાદ બ્લડ ગ્રુપ ટેસ્ટિંગ, સુગર ટેસ્ટ, મેલેરિયા ટેસ્ટ જેવા વિવિધ ટેસ્ટ સચોટ રીતે કરે છે.
  • લેબમાં ઉપયોગ થતા સાધનો જેમ કે માઇક્રોસ્કોપ અને સેન્ટ્રિફ્યુજની નિયમિત જાળવણી કરવી પણ તેમની જવાબદારીમાં આવે છે. તમામ ટેસ્ટ પૂર્ણ થયા પછી તેઓ રિપોર્ટ્સ તૈયાર કરે છે અને મેડિકલ ઓફિસરને સોંપે છે.
  • કેટલાક કેસમાં, ખાસ કરીને ઈમરજન્સી પરિસ્થિતિમાં, તેમને ઝડપથી કામ કરીને તાત્કાલિક સેવા આપવી પડે છે. તેથી આ પોસ્ટમાં જવાબદારી અને ધ્યાન ખૂબ જ જરૂરી છે.

પ્રેક્ટિકલ નોલેજની જરૂરિયાત (Importance of Practical Knowledge)

એક લેબોરેટરી ટેકનિશિયન તરીકે તમારી પાસે પ્રેક્ટિકલ સ્કિલ્સ હોવી ખૂબ જરૂરી છે.

લેખિત પરીક્ષામાં સફળ થયા પછી જ્યારે તમે ફિલ્ડ પર જશો, ત્યારે આધુનિક સાધનો જેવા કે Semi-auto Analyzer, Cell Counter, અને Microscope નો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જ્ઞાન હોવું જોઈએ. આ ઉપરાંત સેમ્પલ કલેક્શન (Phlebotomy) માં ચોકસાઈ રાખવી જરૂરી છે કારણ કે તમારા એક નાના રિપોર્ટ પર દર્દીની સારવારનો આધાર હોય છે. તેથી, અભ્યાસની સાથે પ્રેક્ટિકલ વિગતો પર પણ ધ્યાન આપો.

યોગ પ્રજાપતિની સલાહ

મિત્રો, લેબોરેટરી ટેકનિશિયનની નોકરી એ માત્ર સરકારી હોદ્દો નથી પણ સેવા કરવાનું માધ્યમ છે. તૈયારી કરતી વખતે ‘ટેકનિકલ સબ્જેક્ટ’ પર 70% ભાર આપો કારણ કે તે જ તમારું મેરિટ બનાવશે. ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો.

GPSSB Laboratory Technician Recruitment 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

Q1. GPSSB લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?

A. આ ભરતી પ્રક્રિયા દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) ની કુલ 108 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

Q2. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

A. લાયક ઉમેદવારો 17 એપ્રિલ 2026 થી 8 મે 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) ઓનલાઇન અરજી કરી શકે છે.

Q3. લેબોરેટરી ટેકનિશિયન પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત શું છે?

A. ઉમેદવારે રસાયણશાસ્ત્ર/માઇક્રોબાયોલોજી/બાયોકેમિસ્ટ્રીમાં સ્નાતકની ડિગ્રી સાથે Lab Technician અથવા MLT નો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો ફરજિયાત છે.

Q4. આ ભરતી માટે અરજી ફી કેટલી રાખવામાં આવી છે?

A. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 100 રૂપિયા + બેંક ચાર્જ છે, જ્યારે અનામત વર્ગ અને મહિલા ઉમેદવારો માટે કોઈ પણ ફી નથી.

Q5. ઉમેદવારની વય મર્યાદા કેટલી હોવી જોઈએ?

A. અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 36 વર્ષ નક્કી કરવામાં આવી છે, જેમાં અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ છૂટછાટ મળશે.

Q6. પસંદગી પામનાર ઉમેદવારને પગાર કેટલો મળશે?

A. પસંદ થયેલ ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે સરકારના નીતિ-નિયમો મુજબ ફિક્સ પગાર આપવામાં આવશે, ત્યારબાદ નિયમિત પગાર ધોરણનો લાભ મળશે.

Q7. પસંદગી પ્રક્રિયા કયા આધારે કરવામાં આવશે?

A. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા (OMR અથવા CBRT પદ્ધતિ) માં મેળવેલા ગુણ અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.

Q8. ઓનલાઇન અરજી કરવા માટે કઈ વેબસાઇટનો ઉપયોગ કરવો?

A. ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવા માટે ગુજરાત સરકારના સત્તાવાર ઓજસ પોર્ટલ ની મુલાકાત લેવાની રહેશે.

આ લેખ સંબંધિત મહત્વની લિંક્સ:

નિષ્કર્ષ

GPSSB લેબોરેટરી ટેકનિશિયન ભરતી વિજ્ઞાન પ્રવાહના સ્નાતકો માટે સરકારી ક્ષેત્રમાં સારો કારકિર્દી વિકલ્પ છે. કુલ 108 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં લાયક ઉમેદવારોએ 08 મે 2026 પહેલાં ઓનલાઈન અરજી કરવી જરૂરી છે. આ તકનો યોગ્ય રીતે લાભ લેવા માટે ઉમેદવારોએ સમયસર અરજી સાથે સાથે પરીક્ષાની તૈયારી પણ શરૂ કરવી જોઈએ. જો કોઈ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો.

Disclaimer

આ લેખમાં આપેલી ભરતી સંબંધિત માહિતી સત્તાવાર જાહેરનામા અને ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પર માહિતી જરૂર તપાસો. તારીખ, લાયકાત અથવા અન્ય વિગતોમાં ફેરફાર થઈ શકે છે. કોઈપણ ભૂલ કે વિસંગતતા માટે અમારી જવાબદારી રહેશે નહીં.

Leave a Comment