Union Bank of India Apprentice Recruitment 2026: યુનિયન બેંકમાં 1865 જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો ઓનલાઈન અરજી

Union Bank of India Apprentice Recruitment 2026: સરકારી બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત તથા ભારતમાં એપ્રેન્ટિસની કુલ 1865 જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. ફ્રેશર્સ તથા રોજગારની તાલીમની સાથે આવક મેળવવા માંગતા ઉમેદવારો માટે આ સારી તક છે.

આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો સરળ ભાષામાં મળશે, જેમાં પોસ્ટનું નામ, જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, સ્ટાઈપેન્ડ, પસંદગી પ્રક્રિયા, અરજી સ્ટેપ્સ, સત્તાવાર જાહેરાત અને ઓનલાઈન અરજી ફોર્મની સીધી લિંક્સનો સમાવેશ થાય છે.

Table of Contents

Union Bank of India Apprentice Recruitment 2026 । યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2026

માહિતીવિગત
સંસ્થાનું નામયુનિયન બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ1865
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.unionbankofindia.bank.in/

મહત્વની તારીખો (Important Dates)

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર ભરતી જાહેરાતમાં જણાવ્યા મુજબ, આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 એપ્રિલ 2026 થી શરૂ થઇ ગઈ છે અને 19 મે 2026 સુધી ચાલશે. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે અરજી કરવાની સાથે ફી ભરવાની પણ આ જ છેલ્લી તારીખ છે. પરીક્ષા સંભવિત રીતે મે અથવા જૂન મહિનામાં લેવામાં આવી શકે છે.

ઘટનાતારીખ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ28-04-2026
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ29-04-2026
અરજી કરવાની છેલ્લી તારીખ19-05-2026
ઓનલાઈન પરીક્ષાનો સમયમે / જૂન 2026 (અંદાજિત)

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની સમજૂતી (Post & Vacancy Details)

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ ભરતી ‘એપ્રેન્ટિસ’ (Apprentice) ના પદ માટે બહાર પાડવામાં આવી છે. એપ્રેન્ટિસ એટલે એવી વ્યક્તિ જે સંસ્થામાં રહીને કામ શીખે છે. આ ‘એપ્રેન્ટિસ એક્ટ, 1961’ હેઠળની એક વર્ષની તાલીમ છે. કુલ 1865 જગ્યાઓમાંથી ગુજરાત રાજ્ય માટે 58 જેટલી મોટી સંખ્યામાં જગ્યાઓ છે, જે ગુજરાતના યુવાનો માટે ખૂબ જ પ્રોત્સાહક છે. આ જગ્યાઓ વિવિધ કેટેગરી (SC, ST, OBC, EWS, UR) અને દિવ્યાંગ ઉમેદવારો માટે વહેંચાયેલી છે.

વિગતમાહિતી
સંસ્થાનું નામયુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ (Apprentice)
કુલ ખાલી જગ્યાઓ1865
ગુજરાત માટે જગ્યાઓ58
તાલીમનો સમયગાળો1 વર્ષ (12 મહિના)

સ્ટાઈપેન્ડ / માસિક પગાર (Stipend)

એપ્રેન્ટિસશીપ દરમિયાન ઉમેદવારને પગારના બદલે ‘સ્ટાઈપેન્ડ’ આપવામાં આવે છે. યુનિયન બેંકમાં આ રકમ તમે જે વિસ્તારમાં ફરજ બજાવો છો તેના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમારી પોસ્ટિંગ મેટ્રો સીટીમાં હશે તો વધુ સ્ટાઈપેન્ડ મળશે અને ગ્રામીણ વિસ્તારમાં હશે તો તે મુજબ મળશે. આ રકમ દર મહિને સીધી તમારા બેંક ખાતામાં જમા થશે.

લોકેશનનો પ્રકારમાસિક સ્ટાઈપેન્ડ
ગ્રામીણ / અર્ધ-શહેરી (Rural / Semi-Urban)રૂ. 15,000/-
શહેરી (Urban)રૂ. 18,000/-
મેટ્રો (Metro Cities)રૂ. 20,000/-

આ પણ વાંચો – GPSSB Mukhya Sevika Exam Preparation Guide 2026

સ્ટાઈપેન્ડ અને અન્ય સુવિધાઓ અંગે સ્પષ્ટતા (Clarification on Stipend)

ઉમેદવારોએ એ વાત ખાસ સમજવી જરૂરી છે કે એપ્રેન્ટિસશીપ એ કાયમી રોજગાર નથી પરંતુ એક તાલીમ કાર્યક્રમ છે. આથી, એપ્રેન્ટિસને કાયમી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું (DA), ઘરભાડું (HRA), મેડિકલ એલાઉન્સ કે બોનસ જેવી કોઈ સુવિધાઓ મળવાપાત્ર નથી.

તાલીમાર્થીઓને પીએફ (PF), ગ્રેચ્યુઈટી કે પેન્શન જેવી શ્રમ કાયદાની જોગવાઈઓ પણ લાગુ પડતી નથી. તમને માત્ર નક્કી કરેલું ફિક્સ માસિક સ્ટાઈપેન્ડ (15,000 થી 20,000 સુધી લોકેશન મુજબ) જ મળશે. આ સ્ટાઈપેન્ડમાંથી પણ જો તમે અનધિકૃત ગેરહાજરી રાખો છો, તો તેટલા દિવસની રકમ કાપીને બાકીનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. આ તાલીમનો મુખ્ય હેતુ ‘પૈસા’ કરતા ‘પ્રેક્ટિકલ અનુભવ’ મેળવવાનો વધુ છે.

એપ્રેન્ટિસ તાલીમ પછી કારકિર્દીની તકો (Future Career Scope)

ઘણા ઉમેદવારોના મનમાં પ્રશ્ન હોય છે કે 1 વર્ષની તાલીમ પછી શું? યુનિયન બેંકમાં એપ્રેન્ટિસ તરીકે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી તમને ભારત સરકાર અને બેંક દ્વારા અધિકૃત ‘Apprenticeship Completion Certificate’ મળે છે.

આ સર્ટિફિકેટ બેંકિંગ ક્ષેત્રમાં તમારી એન્ટ્રી માટે લાયસન્સ સમાન છે. ભવિષ્યમાં જ્યારે HDFC, ICICI, Axis કે કોટક જેવી પ્રાઈવેટ બેંકોમાં ભરતી આવે છે, ત્યારે આ અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી મળે છે.

આ ઉપરાંત, 1 વર્ષ સુધી બેંકમાં પ્રત્યક્ષ કામ કરવાથી તમને બેંકિંગ ટર્મ્સ અને પ્રોસેસનું લાઈવ નોલેજ મળે છે, જે તમને IBPS, SBI કે RBI જેવી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઈન્ટરવ્યુ અને મેઈન્સ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ પણ વાંચો – BPCL Recruitment 2026

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

બેંકની નોટિફિકેશન મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation) પૂરું કરેલું હોવું જોઈએ. તમે આર્ટસ, કોમર્સ, સાયન્સ કે એન્જિનિયરિંગ – કોઈપણ પ્રવાહમાં સ્નાતક હોઈ શકો છો. જોકે, એક મહત્વની શરત એ છે કે તમારું ગ્રેજ્યુએશન 01-04-2022 પછી પૂરું થયેલું હોવું જોઈએ. એટલે કે જેમણે છેલ્લા 4 વર્ષમાં ડિગ્રી મેળવી છે તે જ અરજી કરી શકશે.

વિગતજરૂરી લાયકાત
ડિગ્રીકોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduate)
કટ-ઓફ તારીખ01-04-2026 ના રોજ ડિગ્રી હોવી જોઈએ
ખાસ શરતગ્રેજ્યુએશન 01-04-2022 પછી કરેલું હોવું જોઈએ
ભાષા જ્ઞાનસ્થાનિક ભાષા (ગુજરાતી) નું જ્ઞાન હોવું જોઈએ

વયમર્યાદા (Age Limit)

ઉમેદવારની ઉંમરની ગણતરી 01-04-2026 ના રોજ કરવામાં આવશે. સામાન્ય વર્ગ (General) ના ઉમેદવારો માટે ઉંમર 20 થી 28 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

શ્રેણી (Category)વયમર્યાદા
General / EWS20 થી 28 વર્ષ
OBC (Non-Creamy Layer)3 વર્ષની છૂટ (31 વર્ષ સુધી)
SC / ST5 વર્ષની છૂટ (33 વર્ષ સુધી)
PwBD (દિવ્યાંગ)10 થી 15 વર્ષની છૂટ

આ પણ વાંચો – GPSSB Laboratory Technician Recruitment 2026

કોણ અરજી ન કરી શકે? (Ineligibility Criteria)

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની એપ્રેન્ટિસ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ ગેરપાત્રતાના નિયમો ખાસ જાણી લેવા જોઈએ. જો તમે નીચે મુજબની કોઈપણ શરતમાં આવતા હશો, તો તમે આ ભરતી માટે લાયક ગણાશો નહીં:

  • અગાઉની તાલીમ: જે ઉમેદવારોએ અગાઉ કોઈપણ બેંક (સરકારી કે ખાનગી) અથવા અન્ય નાણાકીય સંસ્થામાં ‘એપ્રેન્ટિસ એક્ટ, 1961’ હેઠળ તાલીમ મેળવી હોય અથવા હાલમાં તાલીમ લઈ રહ્યા હોય, તેઓ ફરીથી અરજી કરી શકતા નથી.
  • નોકરીનો અનુભવ: જે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત (ગ્રેજ્યુએશન) પૂર્ણ કર્યા પછી 1 વર્ષ કે તેથી વધુ સમય માટે ક્યાંય પણ પૂર્ણ-સમયની નોકરી (Work Experience) કરી હોય, તેઓ આ તાલીમ માટે પાત્ર નથી.
  • જૂની ડિગ્રી: બેંકના નિયમ મુજબ, તમારું ગ્રેજ્યુએશન 01-04-2022 પહેલા પૂર્ણ થયેલું ન હોવું જોઈએ. એટલે કે 4 વર્ષ કરતા વધુ સમય પહેલા ડિગ્રી મેળવનાર ઉમેદવારો અરજી કરી શકશે નહીં.
  • શારીરિક અને માનસિક સ્વસ્થતા: જો કોઈ ઉમેદવાર તબીબી રીતે (Medically) બેંકિંગ કામગીરી કરવા માટે સક્ષમ ન હોય અથવા તેની સામે કોઈ ગંભીર ગુનાહિત કેસ (Criminal Record) ચાલતો હોય, તો તેની પસંદગી રદ થઈ શકે છે.
  • એકથી વધુ અરજીઓ: જો કોઈ ઉમેદવાર એક કરતા વધુ વાર ફોર્મ ભરશે, તો તેની છેલ્લી માન્ય અરજી જ ધ્યાને લેવાશે અને બાકીની અરજીઓ માટે ભરેલી ફી જપ્ત કરવામાં આવશે.
વિગતગેરપાત્રતાની શરત
અગાઉની તાલીમજો અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલ હોય તો પાત્ર નથી
કાર્ય અનુભવ1 વર્ષ કે તેથી વધુ નોકરીનો અનુભવ હોય તો પાત્ર નથી
ડિગ્રીનું વર્ષ01-04-2022 પહેલા સ્નાતક થયેલ હોય તો પાત્ર નથી
સ્થાનિક ભાષાજો જે-તે રાજ્યની સ્થાનિક ભાષા ન આવડતી હોય તો પાત્ર નથી

જરૂરી દસ્તાવેજો (Required Documents)

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરતી વખતે તમારે મીચે મુજબના ડોક્યુમેન્ટ્સ રજુ કરવાના રહેશે. યાદ રાખવું કે તમામ ફોટા અને PDF ની સાઈઝ 1 MB થી ઓછી હોવી જોઈએ.

દસ્તાવેજફોર્મેટ
આધાર કાર્ડ (આગળ-પાછળ)JPEG
પાસપોર્ટ સાઈઝ ફોટોJPEG
સ્નાતકની માર્કશીટ / ડિગ્રીPDF
પાન કાર્ડ (PAN Card)JPEG
જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય)PDF
NAPS / NATS રજીસ્ટ્રેશન નંબર

આ પણ વાંચો – IPR Gujarat Recruitment 2026

અરજી ફી (Application Fee)

આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે કેટેગરી મુજબ ફી ચૂકવવાની રહેશે. ફીની ચુકવણી માત્ર ઓનલાઈન મોડ (Net Banking, Debit/Credit Card, UPI) થી જ કરી શકાશે. આ ફીમાં GST નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રેણી (Category)ફી ની રકમ (GST સાથે)
સામાન્ય / OBC (પુરુષ)રૂ. 944/-
સામાન્ય / OBC (મહિલા)રૂ. 708/-
SC / ST / PwBD / ટ્રાન્સજેન્ડરરૂ. 236/-

ફરજ અને બજાવવાની કામગીરી (Job Profile)

એપ્રેન્ટિસ તરીકેની આ ભૂમિકા મુખ્યત્વે ‘શીખવા અને સહાય કરવા’ પર આધારિત છે. તમારી મુખ્ય કામગીરીમાં નીચેની બાબતોનો સમાવેશ થશે:

  • ગ્રાહક સહાયતા: બેંકમાં આવતા ગ્રાહકોને આવકારવા અને તેમને બેંકની વિવિધ બચત યોજનાઓ જેવી કે સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વિશે પાયાની માહિતી પૂરી પાડવી.
  • પ્રોડક્ટ માર્કેટિંગ: બેંક દ્વારા આપવામાં આવતી વિવિધ લોન સુવિધાઓ (ગોલ્ડ લોન, પર્સનલ લોન, હોમ લોન) અને અન્ય ડિજિટલ સેવાઓ જેવી કે મોબાઈલ બેંકિંગ અને નેટ બેંકિંગનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા.
  • વહીવટી સહાય: સિનિયર બેંક અધિકારીઓને રોજિંદા ક્લાર્કિયલ અને વહીવટી કાર્યોમાં મદદ કરવી, જેમ કે દસ્તાવેજોની ચકાસણી, ફાઈલિંગ અને ડેટા એન્ટ્રી કામગીરી.
  • બેંકિંગ ઓપરેશન્સ: બેંકના પાયાના વ્યવહારો, કેશ હેન્ડલિંગની પ્રક્રિયા અને ગ્રાહક સેવાના ધોરણોને પ્રત્યક્ષ રીતે જોઈને શીખવું.
  • પ્રેક્ટિકલ તાલીમ: આ એક વર્ષ દરમિયાન તમને બેંકિંગ ક્ષેત્રના કામકાજનું પ્રેક્ટિકલ નોલેજ મળશે, જે ભવિષ્યમાં કોઈપણ નાણાકીય સંસ્થામાં કારકિર્દી બનાવવા માટે મજબૂત પાયો તૈયાર કરશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં વહેંચાયેલી છે.

  1. ઓનલાઈન ટેસ્ટ: સૌથી પહેલા 100 ગુણની કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, જે ઉમેદવારો માટે એક મોટી રાહત છે.
  2. સ્થાનિક ભાષા કસોટી (LPT): પરીક્ષા પાસ કર્યા પછી, ઉમેદવારે જે રાજ્ય માટે અરજી કરી છે તેની સ્થાનિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) જાણતા હોવા જોઈએ તેની ચકાસણી કરવામાં આવશે.
વિષયપ્રશ્નો / ગુણ
જનરલ / ફાઈનાન્શિયલ અવેરનેસ20
જનરલ ઇંગ્લિશ20
ક્વોન્ટિટેટિવ અને રીઝનીંગ એપ્ટિટ્યુડ20
કમ્પ્યુટર નોલેજ20
બેંક પ્રોડક્ટ્સ અને સર્વિસ20
કુલ સમય60 મિનિટ

ઓનલાઈન પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ (Detailed Syllabus)

પરીક્ષામાં સફળ થવા માટે વિષયોની અંદરના ટોપિક્સ સમજવા જરૂરી છે. યુનિયન બેંક એપ્રેન્ટિસ પરીક્ષામાં નીચે મુજબના મુદ્દાઓ પર વધુ ભાર આપવામાં આવે છે:

  • ગણિત (Quantitative Aptitude): ટકાવારી, નફો-ખોટ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સરેરાશ, સમય અને કાર્ય, અને સંખ્યા પદ્ધતિ.
  • તર્કશક્તિ (Reasoning Ability): સીટીંગ અરેન્જમેન્ટ (બેઠક વ્યવસ્થા), બ્લડ રિલેશન (લોહીના સંબંધો), કોડિંગ-ડીકોડિંગ, દિશા અને અંતર.
  • અંગ્રેજી (English): ગ્રામર, વોકેબ્યુલરી, કોમ્પ્રીહેન્શન અને એરર ડિટેક્શન.
  • બેંકિંગ અવેરનેસ: યુનિયન બેંકની પ્રોડક્ટ્સ, RBI ના નિયમો, નાણાકીય ટર્મ્સ અને છેલ્લા 6 મહિનાનું કરન્ટ અફેર્સ. આ અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવાથી 100 પ્રશ્નોના પેપરમાં મહત્તમ ગુણ મેળવી શકાય છે.

પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ (Preparation Tips)

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ પરીક્ષામાં સફળતા મેળવવા માટે નીચે મુજબની વિગતવાર તૈયારીની ટિપ્સ (Preparation Tips)ફોલો કરશો તો તમને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

  • બેંકિંગ ટર્મ્સ અને પાયાનું જ્ઞાન: પરીક્ષામાં બેંકિંગ પ્રોડક્ટ્સ અને સેવાઓનો અલગ વિભાગ છે. આ માટે તમારે બેંકિંગના મૂળભૂત શબ્દો જેવા કે KYC, Repo Rate, Reverse Repo Rate, Inflation વગેરે સમજવા જોઈએ. આ ઉપરાંત, ચેક (Cheque) ના પ્રકારો, ડિમાન્ડ ડ્રાફ્ટ (DD), સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ વચ્ચેનો તફાવત તથા વિવિધ લોન (હોમ, કાર, એજ્યુકેશન લોન) ની પ્રક્રિયા વિશે ડિટેલમાં જાણકારી મેળવો.
  • સમય આયોજન (Time Management): આ પરીક્ષામાં તમારે માત્ર 60 મિનિટમાં 100 પ્રશ્નો ઉકેલવાના છે. એટલે કે એક પ્રશ્ન માટે તમારી પાસે 1 મિનિટ કરતા પણ ઓછો સમય છે. ખાસ કરીને ગણિત (Quantitative Aptitude) અને રીઝનીંગમાં ઝડપ લાવવા માટે શોર્ટ-ટ્રિક્સ શીખો અને ટેબલ્સ, સ્ક્વેર તથા ક્યુબ્સ મોઢે કરો જેથી ગણતરીમાં સમય બચે છે.
  • કરન્ટ અફેર્સ અને આર્થિક સમાચારો: છેલ્લા 6 મહિનાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો પર વધુ ધ્યાન આપો. ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નવા નિયમો, બજેટની મુખ્ય જાહેરાતો, નવી લોન્ચ થયેલી સરકારી યોજનાઓ અને બેંકિંગ ક્ષેત્રમાં થયેલા ફેરફારો પર ખાસ ધ્યાન આપો.
  • નિયમિત મોક ટેસ્ટ (Mock Tests): પરીક્ષાના વાસ્તવિક માહોલનો અનુભવ કરવા માટે દરરોજ ઓછામાં ઓછી એક ઓનલાઈન ફ્રી મોક ટેસ્ટ આપો. ટેસ્ટ આપ્યા પછી તમારું વિશ્લેષણ કરો કે કયા વિષયમાં તમે કાચા છો અને કયા પ્રશ્નોમાં વધુ સમય લાગે છે. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પરીક્ષાના દિવસે દબાણ અનુભવાશે નહીં.
  • યુનિયન બેંકની માહિતી: યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો ઇતિહાસ, તેના વર્તમાન CEO, બેંકની ટેગલાઈન અને તેની વિશિષ્ટ યોજનાઓ (Apps & Portals) વિશે બેંકની સત્તાવાર વેબસાઈટ પરથી માહિતી એકઠી કરો, કારણ કે આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધુ છે.

અરજી પ્રક્રિયા (How to Apply)

  • પોર્ટલ રજીસ્ટ્રેશન (NAPS/NATS): સૌથી પહેલા ઉમેદવારે ભારત સરકારના એપ્રેન્ટિસશીપ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમે આઈટીઆઈ કે અન્ય ટેકનિકલ લાયકાત ધરાવો છો તો NAPS (apprenticeshipindia.gov.in) પર અને જો તમે ગ્રેજ્યુએટ છો તો NATS (nats.education.gov.in) પોર્ટલ પર જઈને તમારું પ્રોફાઈલ બનાવો. અહીંથી તમને એક યુનિક ‘નોંધણી નંબર’ મળશે, જે બેંકના ફોર્મમાં ભરવો જરૂરી છે.
  • સત્તાવાર વેબસાઈટની મુલાકાત: ત્યારબાદ યુનિયન બેંકની ઓફિશિયલ વેબસાઈટ (unionbankofindia.co.in) ના ‘Recruitment’ સેક્શનમાં જાઓ અથવા સીધા જ BFSI SSC પોર્ટલની મુલાકાત લો. ત્યાં “Apprentice Recruitment 2026” ની લિંક પર ક્લિક કરો.
  • નવું રજીસ્ટ્રેશન (New Registration): પોર્ટલ પર જઈને ‘Apply Online’ અથવા ‘New Registration’ બટન પર ક્લિક કરો. અહીં તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી નાખીને રજીસ્ટ્રેશન કરો. ત્યારબાદ તમારા લોગિન આઈડી અને પાસવર્ડથી પોર્ટલમાં પ્રવેશ કરો.
  • વિગતો અને દસ્તાવેજો અપલોડ કરવા: ફોર્મમાં તમારી વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને સરનામું ધ્યાનથી ભરો. ત્યારબાદ તમારો લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી અને માંગવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ (જેમ કે સ્નાતકની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ વગેરે) સ્કેન કરીને યોગ્ય સાઈઝમાં અપલોડ કરો.
  • અરજી ફીની ચુકવણી: બધી વિગતો ભરાઈ ગયા પછી ‘Preview’ બટન પર ક્લિક કરીને ફોર્મ ચકાસી લો. ત્યારબાદ તમારી કેટેગરી (General/OBC/SC/ST) મુજબ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI થી અરજી ફી ભરો.
  • ફાઈનલ સબમિશન: ફી ભર્યા પછી જ તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયેલું ગણાશે. છેલ્લે, સબમિટ કરેલા ફોર્મની અને ફીની રસીદની એક પ્રિન્ટ આઉટ કાઢીને ભવિષ્યના પત્રવ્યવહાર માટે સાચવી રાખો.

Union Bank of India Apprentice Recruitment 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

Q1. યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં એપ્રેન્ટિસની કુલ કેટલી જગ્યાઓ ખાલી છે?

A. યુનિયન બેંક દ્વારા સમગ્ર ભારતમાં કુલ 1865 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ગુજરાત માટે 58 જગ્યાઓ ફાળવેલ છે.

Q2. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

A. લાયક ઉમેદવારો 29 એપ્રિલ 2026 થી 19 મે 2026 સુધી યુનિયન બેંક અથવા BFSI SSC ના સત્તાવાર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે.

Q3. આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત શું જરૂરી છે?

A. ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduation) ની ડિગ્રી હોવી જોઈએ, જે 01 એપ્રિલ 2022 પછી મેળવેલી હોવી જોઈએ.

Q4. એપ્રેન્ટિસ તરીકે પસંદગી પામ્યા પછી દર મહિને કેટલું સ્ટાઈપેન્ડ મળશે?

A. પોસ્ટિંગના સ્થળ મુજબ સ્ટાઈપેન્ડ નક્કી થશે, જેમાં ગ્રામીણ માટે રૂ. 15,000, શહેરી માટે રૂ. 18,000 અને મેટ્રો સીટી માટે રૂ. 20,000 પ્રતિ માસ મળશે.

Q5. આ ભરતી માટે વયમર્યાદા શું નક્કી કરવામાં આવી છે?

A. 01 એપ્રિલ 2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ, અનામત વર્ગને નિયમ મુજબ છૂટછાટ મળશે.

Q6. પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે?

A. પસંદગી મુખ્યત્વે બે તબક્કામાં થશે: પ્રથમ 100 ગુણની ઓનલાઈન લેખિત પરીક્ષા અને ત્યારબાદ સ્થાનિક ભાષા પ્રાવીણ્ય કસોટી (LPT) લેવામાં આવશે.

Q7. જનરલ અને OBC કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે અરજી ફી કેટલી છે?

A. સામાન્ય અને ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારોએ GST સહિત કુલ રૂ. 944/- અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે.

Q8. શું આ એપ્રેન્ટિસશિપ પૂર્ણ કર્યા પછી બેંકમાં કાયમી નોકરી મળશે?

A. ના, આ માત્ર એક વર્ષની તાલીમ છે. એપ્રેન્ટિસ એક્ટ મુજબ તાલીમ પૂરી થયા પછી બેંકમાં કાયમી રોજગારની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી.

આ લેખ સંબંધિત મહત્વની લિંક્સ:

નિષ્કર્ષ

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની આ એપ્રેન્ટિસ ભરતી ગ્રેજ્યુએટ યુવાનો માટે બેંકિંગ ક્ષેત્રનો પ્રેક્ટિકલ અનુભવ મેળવવાની એક તક છે. સારું સ્ટાઈપેન્ડ અને 1865 જેટલી મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ હોવાથી, કરિયરની શરૂઆત કરવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે. જો તમે લાયક હોવ, તો સમયસર અરજી કરી દો અને ત્યારબાદ પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. જો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટમાં લખી ને પૂછી શકો છો.

Disclaimer

આ લેખમાં આપેલી ભરતી સંબંધિત માહિતી સત્તાવાર જાહેરનામા અને ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પર માહિતી જરૂર તપાસો. તારીખ, લાયકાત અથવા અન્ય વિગતોમાં ફેરફાર થઈ શકે છે. કોઈપણ ભૂલ કે વિસંગતતા માટે અમારી જવાબદારી રહેશે નહીં.

Leave a Comment